________________
૪૦૧
(૩) પ્રથમ નંબર ઉપર જે અગુરુલઘુત્વની વ્યાખ્યા કરી છે તે અગુરુલઘુત્વ માત્ર આત્મગત છે; જ્યારે પ્રસ્તુત અગુરુલઘુ ગુણ બધાં જ જીવ અજીવ દ્રવ્યને વ્યાપે છે. જે દ્રવ્ય સ્વતઃ પરિણમનશીલ હોય તે ક્યારેક પણ એમ કેમ ન બને કે તે દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે પણ પરિણામ પામે ? એ જ રીતે એ પણ પ્રશ્ન થાય કે એક દ્રવ્યમાં રહેલી જુદી જુદી શક્તિઓ અર્થાત્ ગુણો પિતપોતાનાં પરિણામ ઉત્પન્ન કર્યા જ કરે છે તે કઈ એક શક્તિ પિતાના પરિણામની નિયત ધારાની સીમા બહાર જઈ અન્ય શક્તિનાં પરિણામો કેમ ન જન્માવે ? એ જ રીતે એ પણ પ્રશ્ન થાય કે એક દ્રવ્યમાં જે અનેક શક્તિઓ સ્વીકારાઈ છે તે પિતાનું નિયત સચરત્વ છોડી વિખરાઈ કેમ ન જાય ? આ ત્રણે પ્રશ્નનો ઉત્તર અગુરુલઘુગુણથી અપાય છે. આ ગુણ બધાં જ દ્રવ્યોમાં નિયામક પદ ભોગવે છે જેથી એક દ્રવ્ય દ્રવ્યાન્તર થતું નથી, એક ગુણ ગુણાન્તરનું કાર્ય કરતા નથી અને નિયત સહભાવી ગુણે પરસ્પરથી વિખૂટા પણ પડતા નથી.
અગુરુલઘુગુણની છેલ્લી વ્યાખ્યા ગ્રંથના સુસ્પષ્ટ આધાર સિવાય મેં વિચારેલી. હું એને સંવાદ શોધતે. મને કંઈ પૂછતું ત્યારે આ વ્યાખ્યા કહેતે પણ સંવાદ મેળવવાની જિજ્ઞાસા રહેતી જ. પ્રસ્તુત નેંધ લખવાનો સમય આવ્યો ત્યારે એકાએક સ્વ. પંડિત ગોપાલદાસજી બરૈયાની શ્રી જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા પુસ્તિકા હાથમાં આવી. જેમાં શ્રીયુત બરૈયાજીએ પણ એવો જ વિચાર દર્શાવેલ છે. એટલે આટલે અંશે મારા વિચારને સંવાદ મળ્યો કહેવાય. તેથી હું એને આ સ્થળે ધું છું. વિશિષ્ટ અભ્યાસીઓ વધારે શોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org