________________
૪૦૨
તત્વાર્થસૂત્ર કરે. પં. બરૈયાજી જૈન તત્ત્વજ્ઞાનના પ્રમાણભૂત અસાધારણ જ્ઞાતા હતા.
ઉપર જે અગુરુલઘુગુણ માનવા માટે દલીલ આપવામાં આવી છે, લગભગ તેના જેવી જ એક દલીલ જૈન પરંપરામાં મનાયેલ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના સમર્થનમાં આપવામાં આવે છે. તે તુલનાદષ્ટિએ જાણવા જેવી છે. જડ અને ચેતના ગતિશીલ હોવાથી આકાશમાં ગમે ત્યાં ચાલ્યાં ન જાય તે માટે ઉક્ત બંને કાયા નિયામક તરીકે માનવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે એને લીધે ગતિશીલ દ્રવ્યોની ગતિસ્થિતિ લેકક્ષેત્ર પૂરતી મર્યાદિત રહે છે. જેમ આ બંને કા ગતિસ્થિતિના નિયામક તરીકે મનાયા છે; તેમજ અગુલઘુગુણ વિષે સમજવું.
ગતિસ્થિતિની મર્યાદા માટે ગતિસ્થિતિશીલ પદાર્થોને સ્વભાવ જ માનીએ અગર આકાશને એવો સ્વભાવ માનીએ અને ઉક્ત કાયે ન માનીએ તે શું ખોટું? એવો પ્રશ્ન થાય ખરે. પણ આ વિષય અહેતુવાદનો હોવાથી માત્ર સિદ્ધનું સમર્થન કરવાનું રહે છે. તે વિષય હેતુવાદ કે તર્કવાદને નથી કે જેથી માત્ર તર્કબળે એ કાને સ્વીકાર કે અસ્વીકાર કરવો ઘટે. અગુરુલઘુગુણના સમર્થનની બાબતમાં પણ અહેતુવાદને આશ્રય જ મુખ્યપણે લેવાને. હેતુવાદ છેવટે અહેતુવાદની પુષ્ટિ અર્થે જ છે એમ માન્યા વિના ન ચાલે. આવી રીતે બધાં જ દર્શનમાં અમુક વિષય હેતુવાદ અને અહેતુવાદની મર્યાદામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org