________________
૪૦૪
તરવાથસૂત્ર
તે કહી દેવું ઉચિત જણાય છે કે આ પ્રશ્ન હલ કરવા મુખ્યત્વે છેલ્લા બે સાધનને વિનિયોગ કરવામાં આવ્યો છે કે જે તપૂર્ણ સમુચિત નિર્ણય તારવી આપવા માટે અસમર્થ જણાય છે. ભાષાગત અધ્યયન કે જેની પાસે સફળ પરિણામની અપેક્ષા રાખી શકાય તે પણ આશ્ચર્યકારક રીતે નિષ્ફળ નીવડયું છે. અત્રે એ નોંધવું જોઈએ કે તત્વાર્થસૂત્રનું ભાગ પણ છે કે નહીં તેની ચકાસણી કરવાનો પ્રશ્ન પ્રસ્તુત પ્રશ્ન સાથે સંકળાયેલ છે. પણ તેને આપણે બાજુ પર રાખીએ છીએ કેમકે તે સ્વયં એક મોટો પ્રશ્ન છે કે જેને માટે એક જુદું જ પ્રકરણ લખવું જરૂરી બને.
આપણે પ્રસ્તુત વિવેચનને આરંભ તત્ત્વાર્થસૂત્રના બન્ને સંસ્કરણમાં પ્રાપ્ત થતા ભાષાગત પરિવર્તનની મોજણીથી કરીશું. આ પ્રશ્ન હલ કરવા માટે પ્રસ્તુત સૂત્રોને એની વિશેષતાને આધારે વિભિન્ન વર્ગોમાં એક સાથે મૂકવામાં આવ્યા છે. અને તેનું મૂલ્યાંકન સંદર્ભની અપેક્ષાએ અર્થની સ્પષ્ટતાના આધારે કરવામાં આવ્યું છે. પ્રત્યેક વર્ગને અંતે આપવામાં આવેલ અંક આ પ્રકારના મૂલ્યાંકનને સૂચવે છે. કૌંસની બહારની સંખ્યા વેતાંબર સૂત્રો, નાના કૌંસ ( ) ની અંદર એક દિગંબર સૂત્રો તથા મેટા કોંસ [ ]ની અંદરને અંક અનિષ્ણુત સૂત્રોને નિર્દેશ કરે છે. ઉદાહરણ અર્થે ૩, (૨), [૧] નું તાત્પર્ય એ છે કે આ વર્ગના કુલ છ સૂત્રોમાંથી શ્વેતાંબરને માન્ય એવા ત્રણ સૂત્ર અને દિગંબરને માન્ય એવાં બે સૂત્ર અર્થની દૃષ્ટિએ સ્પષ્ટતર છે. તથા એક સૂત્ર અંગે ચોક્કસપણે કંઈ પણ કહેવું કઠિન છે દિગંબર સૂત્રોને સર્વત્ર કૌંસમાં અંતર્ગત મૂકવામાં આવ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org