________________
૩૯૯
લાયસૂત્ર સ્થાન એક નથી, કારણ કે જન્મદષ્ટિએ પંદરમાંથી જુદી જુદી કર્મભૂમિમાંથી કેટલાક સિદ્ધ થનાર હોય છે અને સંહરણદષ્ટિએ સમગ્ર માનુષક્ષેત્રમાંથી સિદ્ધિ મેળવી શકાય છે.
(અવસર્પિણી આદિ લૌકિક કાળ) : વર્તમાનદષ્ટિએ સિદ્ધ થવાનું કેઈ લૌકિક કાળચક્ર નથી અને એક જ સમયમાં સિદ્ધ થવાય છે. ભૂતદષ્ટિએ જન્મની અપેક્ષાએ અવસર્પિણ ઉત્સર્પિણી અને અનવસર્પિણી અનુત્સર્પિણીમાં જન્મેલે સિદ્ધ થાય છે. એ જ રીતે સંહરણની અપેક્ષાએ ઉક્ત બધા કાલમાં સિદ્ધ થાય છે.
પતિ: વર્તમાનદષ્ટિએ સિદ્ધગતિમાં જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ જો છેલ્લે ભવ લઈ વિચારીએ, તે મનુષ્યગતિમાંથી અને છેલ્લાના પહેલા ભવ લઈ વિચારીએ, તે ચારે ગતિમાંથી સિદ્ધ થાય છે.
હિંગ: એટલે વેદ અને ચિહ્ન પહેલા અર્થ પ્રમાણે વર્તમાનદૃષ્ટિએ અવેદ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણે વેદમાંથી સિદ્ધ થાય છે. બીજા અર્થ પ્રમાણે વર્તમાનદષ્ટિએ અલિંગ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ જે ભાવલિંગ અર્થાત્ આંતરિક ગ્યતા લઈને વિચારીએ તે
સ્વલિંગે અર્થાત વીતરાગપણે જ સિદ્ધ થયા છે; અને વ્યલિંગ અર્થાત બાહ્યવેશ લઈ વિચારીએ તે સ્વલિંગ અર્થાત જૈનલિંગ, પરલિંગ અર્થાત જેનેતરપથનું લિંગ, અને ગૃહસ્થલિંગ એમ ત્રણે લિંગે સિદ્ધ થાય છે. * સીકેઈ તીર્થકરરૂપે અને કોઈ અતીર્થકરરૂપે સિદ્ધ થાય છે. અતીર્થ કરમાં કોઈ તીર્થ ચાલુ હોય ત્યારે અને કઈ તીર્થ ચાલુ ન હોય ત્યારે પણ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org