________________
અધ્યાય ૧૦- સૂથ ૭
૩૯૫ રીતે સુકર થાય છે, તે સમજાવવા તુંબડાન અને એરંડબીજનો દાખલે આપવામાં આવે છે. અનેક લેપવાળું તુંબડું પાણીમાં નીચે પડયું રહે છે, પણ લે ખસી જતાં જ તે સ્વભાવથી જ પાણું ઉપર તરી આવે છે; કેશ (ડવા) માં રહેલું એરંડબીજ કેશ તૂટતાં જ ઊડી બહાર નીકળે છે, તેમ કર્મબંધન દૂર થતાં જ જીવ ઊર્ધ્વગામી બને છે. [૧]
હવે બાર બાબતે વડે સિહની વિશેષ વિચારણા કરે છે?
क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धबोधितशानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्याः । ७।
ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબેધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પબહુત્વ એ બાર બાબતે વડે સિદ્ધ જીવો ચિંતવવા.
સિદ્ધ છનું સ્વરૂપ વિશેષપણે જાણવા માટે અહીં બાર બાબતેનો નિર્દેશ કર્યો છે. એ દરેક બાબત પર સિદ્ધનું સ્વરૂપ વિચારવાનું છે. જો કે સિદ્ધ થયેલ સમગ્ર છમાં ગતિ લિંગ આદિ સાંસારિક ભાવો ન હોવાથી કોઈ ખાસ પ્રકારને ભેદ નથી જ હોતે, છતાં ભૂતકાળની દૃષ્ટિએ તેઓમાં પણ ભેદ કલ્પી અને વિચારી શકાય. અહીં ક્ષેત્ર આદિ જે બાર બાબતને લઈ વિચારણા કરવાની છે, તે દરેક બાબતમાં યથાસંભવ ભૂત અને વર્તમાન દૃષ્ટિ લાગુ પાડીને જ વિચારણા કરવી તે નીચે પ્રમાણે
હોત્ર (સ્થાન – જગ્યા: વર્તમાન ભાવની દૃષ્ટિએ બધાને. સિદ્ધ થવાનું સ્થાન એક જ સિદ્ધક્ષેત્ર અર્થાત આત્મપ્રદેશ અગર આકાશપ્રદેશ છે. ભૂતભાવની દૃષ્ટિએ એમનું સિદ્ધ થવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org