SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૦- સૂથ ૭ ૩૯૫ રીતે સુકર થાય છે, તે સમજાવવા તુંબડાન અને એરંડબીજનો દાખલે આપવામાં આવે છે. અનેક લેપવાળું તુંબડું પાણીમાં નીચે પડયું રહે છે, પણ લે ખસી જતાં જ તે સ્વભાવથી જ પાણું ઉપર તરી આવે છે; કેશ (ડવા) માં રહેલું એરંડબીજ કેશ તૂટતાં જ ઊડી બહાર નીકળે છે, તેમ કર્મબંધન દૂર થતાં જ જીવ ઊર્ધ્વગામી બને છે. [૧] હવે બાર બાબતે વડે સિહની વિશેષ વિચારણા કરે છે? क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धबोधितशानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्याः । ७। ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબેધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પબહુત્વ એ બાર બાબતે વડે સિદ્ધ જીવો ચિંતવવા. સિદ્ધ છનું સ્વરૂપ વિશેષપણે જાણવા માટે અહીં બાર બાબતેનો નિર્દેશ કર્યો છે. એ દરેક બાબત પર સિદ્ધનું સ્વરૂપ વિચારવાનું છે. જો કે સિદ્ધ થયેલ સમગ્ર છમાં ગતિ લિંગ આદિ સાંસારિક ભાવો ન હોવાથી કોઈ ખાસ પ્રકારને ભેદ નથી જ હોતે, છતાં ભૂતકાળની દૃષ્ટિએ તેઓમાં પણ ભેદ કલ્પી અને વિચારી શકાય. અહીં ક્ષેત્ર આદિ જે બાર બાબતને લઈ વિચારણા કરવાની છે, તે દરેક બાબતમાં યથાસંભવ ભૂત અને વર્તમાન દૃષ્ટિ લાગુ પાડીને જ વિચારણા કરવી તે નીચે પ્રમાણે હોત્ર (સ્થાન – જગ્યા: વર્તમાન ભાવની દૃષ્ટિએ બધાને. સિદ્ધ થવાનું સ્થાન એક જ સિદ્ધક્ષેત્ર અર્થાત આત્મપ્રદેશ અગર આકાશપ્રદેશ છે. ભૂતભાવની દૃષ્ટિએ એમનું સિદ્ધ થવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy