________________
કલર
તાવાર્થ સૂત્ર થયેલું છે. તેમને યથાયોગ્ય સંવરધારા અભાવ થઈ શકે છે, અને તપ ધ્યાન આદિ દ્વારા નિર્જરા પણ સધાય છે.
મોહનીય આદિ પૂર્વોક્ત ચાર કર્મોને આત્યંતિક ક્ષય થવાથી વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ પ્રગટે છે, તેમ છતાં તે વખતે વેદનીય આદિ ચાર કર્મો બહુ જ વિરલ રૂપમાં શેષ હોવાથી મોક્ષ નથી તે; તે માટે તે એ શેષ રહેલ વિરલ કર્મોને ક્ષય પણ આવશ્યક છે. જ્યારે એ ક્ષય થાય છે, ત્યારે જ સંપૂર્ણ કર્મોને અભાવ થઈ, જન્મમરણનું ચક્ર બંધ પડે છે. એ જ મેક્ષ છે. [૩] હવે અન્ય કારણોનું કથન કરે છે:
औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यकत्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ।४।
ક્ષાયિકસમ્યફવ, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદર્શન અને સિદ્ધવ સિવાયના પશમિક આદિ ભાવના તથા ભવ્યત્વના અભાવથી મોક્ષ પ્રગટે છે.
પલિક કર્મના આત્યંતિક નાશની પેઠે તે કર્મ સાથે સાપેક્ષ એવા કેટલાક ભાવોને નાશ પણ મેક્ષપ્રાપ્તિ પહેલાં આવશ્યક હોય છે. તેથી જ અહીં તેવા ભાવોના નાશનું મેક્ષના કારણ તરીકે કથન છે. એવા ભાવો મુખ્ય ચાર છે: ઔપશમિક, ક્ષાપશમિક, ઔદયિક અને પરિણામિક. આમાં ઔપશમિક આદિ પ્રથમ ત્રણ પ્રકારના તે દરેક ભાવ સર્વથા નાશ પામે છે જ. પણ પરિણામિકભાવની બાબતમાં એવો એકાંત નથી. પરિણામિક ભાવોમાંથી ફક્ત ભવ્યત્વનો જ નાશ થાય છે; બીજાને નહિ. કારણ કે જીવત, અસ્તિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org