________________
અધ્યાય ૮-સૂત્ર ૬-૧૪
૩૩૧ ગતિ, જાતિ, શરીર, અંગે પાંગ, નિર્માણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, વિહાગતિ, અને પ્રતિપક્ષ સહિત અર્થાત્ સાધારણ અને પ્રત્યેક, સ્થાવર અને ત્રાસ, દુર્ભગ અને સુભગ, દુઃસ્વર અને સુસ્વર, અશુભ અને શુભ, બાદર અને સૂક્ષ્મ, અપર્યાપ્ત અને પર્યાપ્ત, અસ્થિર અને સ્થિર, અનાદેય, અને આદય, અયશ અને યશ તેમજ તીર્થકરપણું એ બેંતાલીશ પ્રકારનું નામકર્મ છે.
ઉચ્ચ અને ની એ બે પ્રકાર નેત્રના છે. દાન વગેરેના પાંચ અંતરાયે છે.
ज्ञानावरणकमनी पांच अने दर्शनावरणनी नव प्रकृतिओ : १. મતિ, મૃત આદિ પાંચ જ્ઞાન અને ચક્ષુર્દર્શન આદિ ચાર દર્શનનું વર્ણન થઈ ગયું છે; તે દરેકને આવ્રત કરનાર સ્વભાવવાળાં કર્મો અનુક્રમે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એ પાંચ જ્ઞાનાવરણ; અને ચક્ષુર્દર્શનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ એ ચાર દર્શનાવરણ છે. ઉક્ત ચાર ઉપરાંત બીજાં પાંચ દર્શનાવરણે છે, તે નીચે પ્રમાણે ૧. જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નિદ્રા આવે, તે “નિદ્રાવેદનીય દર્શનાવરણ. ૨. જેના ઉદયથી નિદ્રામાંથી જાગવું વધારે મુશ્કેલ બને, તે “નિદ્રાનિદ્રાવેદનીય ૧. જુઓ અ. ૧. સૂ ૯ થી ૩૩ અને અ. ૨, સૂ ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org