________________
અધ્યાય ૮-સૂત્ર ૨૬
૩૪૩ થાય છે. શુભ અધ્યવસાયથી નિર્મિત થયેલે વિપાક શુભ -ઇષ્ટ હોય છે અને અશુભ અધ્યવસાયથી નિર્મિત થયેલ વિપાક અશુભ-અનિષ્ટ હોય છે. જે પરિણામમાં સંકલેશ જેટલા પ્રમાણમાં ઓછો હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વધારે શુભ, અને જે પરિણામમાં સંક્લેશ જેટલા પ્રમાણમાં વધારે હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વિશેષ અશુભ. કોઈ પણ એક પરિણામ એ નથી કે જેને માત્ર શુભ કે માત્ર અશુભ કહી શકાય. દરેક પરિણામ શુભાશુભ ઉભયરૂપ હોવા છતાં તેમાં શુભત્વ કે અશુભત્વને જે વ્યવહાર થાય છે, તે ગૌણમુખ્યભાવની અપેક્ષાએ સમજ; તેથી જ જે શુભ પરિણામથી પુણ્ય પ્રવૃતિઓમાં શુભ અનુભાગ બંધાય છે, તે જ પરિણામથી પાપ પ્રકૃતિઓમાં અશુભ અનુભાગ પણ બંધાય છે; એથી ઊલટું જે અશુભ પરિણામથી પાપ પ્રકૃતિએમાં અશુભ અનુભાગ બંધાય છે, તે જ પરિણામથી પુણ્ય પ્રકૃતિઓમાં શુભ અનુભાગ પણ બંધાય છે. તફાવત એટલે જ કે પ્રકૃષ્ટ શુભ પરિણામથી થતો શુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે; એ જ રીતે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાતો અશુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે, અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે.
પુષ્ય નાતી કર પ્રકૃતિ : સાતવેદનીય, મનુષ્પાયુષ, દેવાયુષ, તિર્યંચાયુષ, મનુષ્યગતિ, દેવગતિ, પંચૅક્રિયજાતિ; ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ એ પાંચ શરીર; ઔદારિકાંગોપાંગ, વૈક્રિયપાંગ, આહારકાંગે પાંગ, સમચતુરસ સંસ્થાન, વજીર્ષભનારાચસંહનન, પ્રશસ્ત વર્ણ, રસ, ગંધ, સ્પર્શ; મનુષ્યાનુપૂર્વી દેવાનુપૂર્વી, અગુરુલઘુ, પરાઘાત, ઉશ્વાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org