________________
જાય ત્યારે રાધાન
'છવિશે
અધ્યાય ૯ સૂત્ર ૩૬
૩૭૫ ઉદ્ભવે તે આર્ત. દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણે છે. અનિષ્ટ વસ્તુને સંયોગ, ઈષ્ટ વસ્તુને વિયોગ, પ્રતિકૂલ વેદના અને ભેગની લાલચ. એ કારણો ઉપરથી આર્તધ્યાનના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. ૧. જ્યારે અનિષ્ટ વસ્તુને સંગ થાય છે, ત્યારે તદ્દભવ દુઃખથી વ્યાકુળ થયેલે આત્મા તેને દૂર કરવા તે વસ્તુ ક્યારે પિતાની પાસેથી ખસે તે માટે જે સતત ચિંતા કર્યા કરે છે, તે “અનિષ્ટસંગઆર્તધ્યાન.” ૨. એ જ રીતે કેઈ ઇષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે તેની પ્રાપ્તિ માટેની સતત ચિંતા, તે “અષ્ટવિયોગઆર્તધ્યાન.” ૩. તેમજ શારીરિક કે માનસિક પીડા થાય ત્યારે તેને દુર કરવાની વ્યાકુળતામાં જે ચિંતા, તે “ગચિંતાઆર્તધ્યાન.” અને ૪. ભોગની લાલચની ઉત્કટતાને લીધે અપ્રાપ્ત વસ્તુને મેળવવાને જે તીવ્ર સંકલ્પ, તે નિદાનબાતધ્યાન.”
પ્રથમનાં ચાર ગુણસ્થાન, દેશવિરત અને પ્રમત્તસંયત મળી કુલ છ ગુણસ્થાનોમાં ઉક્ત ધ્યાન સંભવે છે; તેમાં વિશેષતા એટલી કે પ્રમત્ત સંતગુણસ્થાનમાં નિદાન સિવાયનાં ત્રણ જ આર્તધ્યાને સંભવે છે. [૩૧–૩૫]
હવે રૌદ્રધ્યાનનું નિરૂપણ કરે છે?
हिंसानृतस्तेय विषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशવિાતો / રૂદ્દા
હિંસા, અસત્ય. ચેરી અને વિષયરક્ષણ માટે જે સતત ચિંતા, તે રૌદ્રધ્યાન છે, તે અવિરત અને દેશવિરતમાં સંભવે છે.
પ્રસ્તુત સૂત્રમાં રૌદ્રધ્યાનના ભેદો અને તેના સ્વામીઓનું વર્ણન છે. રૌદ્રધ્યાનના ચાર ભેદો તેનાં કારણે ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org