________________
અધ્યાય –સૂત્ર ૪૭
सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीणमाहजिनाः क्रमशो સંચેયગુનિક૭!
સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયેજક, દર્શન મેહક્ષપક, ઉપશામક, ઉપશાંતમૂહ, ક્ષપક, ક્ષીણમેહ, અને જિન એ દશ અનુક્રમે અસંખ્યયગુણ નિર્જરાવાળા હોય છે. | સર્વ કર્મબંધનોને સર્વથા ક્ષય તે મોક્ષ અને તેને અંશથી ક્ષય તે નિર્જરા. આ રીતે બંનેનું લક્ષણ જોતાં સ્પષ્ટ થાય છે કે, નિર્જરા એ મોક્ષનું પૂર્વગામી અંગ છે. પ્રસ્તુત શાસ્ત્રમાં મેક્ષતત્વનું પ્રતિપાદન મુખ્ય હોવાથી તેની અંગભૂત જ નિર્જરા વિચાર અહીં કરે પ્રાપ્ત થાય છે. તેથી જે કે સંસારી સમગ્ર આત્માઓમાં કર્મનિર્જરાને ક્રમ ચાલુ હોય છે જ, છતાં અહીં ફક્ત વિશિષ્ટ આત્માઓની જ કર્મનિર્જરાને ક્રમ વિચારવામાં આવે છે. તે વિશિષ્ટ આત્માઓ એટલે મેંક્ષાભિમુખ આત્માઓ. ખરી મોક્ષાભિમુખતા સમ્યગુદષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે અને તે જિન અર્થાત્ સર્વજ્ઞ અવસ્થામાં પૂરી થાય છે. સ્થૂલ દષ્ટિએ સમ્યદૃષ્ટિની પ્રાપ્તિથી માંડી સર્વજ્ઞદશા સુધીમાં મોક્ષાભિમુખતાના દશ વિભાગે કરવામાં આવ્યા છે, એમાં પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર વિભાગમાં પરિણામની વિશુદ્ધિ સવિશેષ હોય છે. પરિણામની વિશુદ્ધિ જેટલી વધારે, તેટલી કર્મનિર્જરા પણ વિશેષ; તેથી પ્રથમ પ્રથમની અવસ્થામાં જેટલી કર્મનિર્જરા થાય છે, તે કરતાં ઉપરઉપરની અવસ્થામાં પરિણામવિશુદ્ધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org