________________
તત્વાર્થસૂત્ર
સિદ્ધિ વિમલ અને તેના બાવીશ સાગરના
હોય તે શુક્લ જ હોય. નિગ્રંથ અને સ્નાતકને શુકલ જ લેસ્યા હોય છે; પણ સ્નાતકમાં જે અગી હોય, તે અલેશ્ય હોય છે.
૩૫૫ત (ઉત્પત્તિસ્થાન)ઃ પુલાક આદિ ચાર નિર્ચ થે જધન્ય ઉપપાત સૌધર્મકલ્પમાં ૧પપમ પૃથફત્વ સ્થિતિવાળા દેવમાં છે; ઉત્કૃષ્ટ ઉપપાત પુલાકને સહસ્ત્રાર કલ્પમાં વિશ સાગરોપમની સ્થિતિમાં છે; બકુશ અને પ્રતિસેવનાકુશીલને ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અચુત કલ્પમાં બાવીશ સાગરોપમની સ્થિતિમાં છે; કષાયકુશીલ અને નિગ્રંથનો ઉત્કૃષ્ટ ઉપપાત સર્વાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિમાં છે; સ્નાતકનો ઉપપાત નિર્વાણ છે. - થાન (સંયમનાં સ્થાનો-પ્રકાર) : કવાયનો નિગ્રહ અને “ યોગને નિગ્રહ એ સંયમ છે. સંયમ બધાને બધી વખતે એક સરખો હોઈ ન શકે, કષાય અને યોગના નિગ્રહવિષયક તારતમ્ય પ્રમાણે જ સંયમમાં પણ તરતમભાવ હોય છે. જે ઓછામાં ઓછી નિગ્રહ સંયમકટિમાં આવે છે, ત્યાંથી માંડી સંપૂર્ણ નિગ્રહરૂપ સંયમ સુધીમાં નિગ્રહની તીવ્રતા મંદતાની વિવિધતાને લીધે સંયમના અસંખ્યાત પ્રકારે સંભવે છે; એ બધા પ્રકારે સંયમસ્થાન કહેવાય છે. એમાં જ્યાં સુધી કષાયને લેશ પણ સંબંધ હોય, ત્યાં સુધીનાં સંયમસ્થાને કષાયનિમિત્તક, અને ત્યાર પછીનાં માત્ર યોગનિમિત્તક સમજવાં. યોગનો સર્વથા નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, તે છેલ્લું સંયમસ્થાન સમજવું. જેમજેમ પૂર્વ પૂર્વવત સંયમસ્થાન,
૧. દિગંબરીય ગ્રંશે બે સાગરેપમની સ્થિતિ વર્ણવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org