________________
અધ્યાય ૯ - સૂત્ર ૪૯
તેમતેમ કાષાયિક પરિણતિ વિશેષ; અને જેમજેમ ઉપરનું સંયમસ્થાન, તેમ તેમ કાષાયિકભાવ છે; તેથી ઉપરઉપરનાં સંચમસ્થાને એટલે વધારે ને વધારે વિશુદ્ધિવાળાં સ્થાને એમ સમજવું. અને માત્ર ગનિમિત્તક સંયમસ્થામાં નિષ્કષાયત્વરૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં જેમજેમ ગનિરોધ છે વધત, તેમતેમ સ્થિરતા ઓછી વધતી. યોગનિધની વિવિધતાને લીધે સ્થિરતા પણ વિવિધ પ્રકારની હેય છે, એટલે માત્ર ગનિમિત્તક સંયમસ્થાને પણ અસંખ્યાત પ્રકારના બને છે. છેલ્લે સંયમસ્થાન જેમાં પરમપ્રકૃષ્ટ વિશુદ્ધ અને પરમપ્રકૃષ્ટ સ્થિરતા હોય છે, તે તેવું એક જ હોઈ શકે. ઉક્ત પ્રકારનાં સંયમસ્થાનમાંથી સૌથી જઘનત્યસ્થાને પુલાક અને કષાયકુશીલનાં હોય છે. એ બંને અસંખ્યાત સંયમસ્થાન સુધી સાથે જ વચ્ચે જાય છે; ત્યારબાદ પુલાક અટકે છે; પરંતુ કષાયકુશીલ એકલે ત્યાર બાદ અસંખ્યાત સ્થાને સુધી ચડળે જાય છે. ત્યાર પછી અસંખ્યાત સંયમસ્થાન સુધી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એકસાથે વચ્ચે જાય છે. ત્યારબાદ બકુશ અટકે છે; ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી ચડી પ્રતિસેવનાકુશીલ અટકે છે; અને ત્યારપછી અસંખ્યાત સ્થાન સુધી ચડી કષાયકુશીલ અટકે છે. ત્યારપછી અકષાય અર્થાત માત્ર નિમિત્તક સંયમ સ્થાને આવે છે, જેને નિગ્રંથ પ્રાપ્ત કરે છે. તે પણ તેવાં અસંખ્યાત સ્થાને સેવી અટકે છે. ત્યાર પછી એક જ છેટલું સર્વોપરી, વિશુદ્ધ અને સ્થિર સંયમસ્થાન આવે છે, જેને સેવી સ્નાતક નિર્વાણ મેળવે છે. ઉક્ત સ્થાને અસંખ્યાત હેવા છતાં તે દરેકમાં પૂર્ણ કરતાં પછીનાં સ્થાનની શુદ્ધિ અનંતાનંત ગુણ માનવામાં આવી છે. [૪૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org