________________
અધ્યાય ૯-સૂત્ર ૪૯
બલાત્કારે ખંડન કરનાર હોય છે, કેટલાક આચાર્યો પુલાકને ચતુર્થ વ્રતના જ વિરાધક તરીકે માને છે. બકુશ બે પ્રકારના હોય છેકેઈ ઉપકરણબકુશ અને કઈ શરીરબકુશ. જેઓ ઉપકરણમાં આસક્ત હોવાથી જાત જાતનાં, કીમતી અને અનેક વિશેષતાવાળાં ઉપકરણો ઇછે, તેમજ સંગ્રહે છે, અને નિત્ય તેમના સંસ્કાર-ટાપટીપ કર્યા કરે છે, તે ઉપકરણબકુશ.” જે શરીરમાં આસક્ત હોવાથી તેની શોભા માટે તેના સંસ્કારો કર્યા કરે છે, તે “શરીરબકુશ.” પ્રતિસેવનાકુશીલ મૂળ ગુણોની વિરાધના કર્યા વિના જ ઉત્તર ગુણોની કાંઈક વિરાધના કરે છે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકને તે વિરાધના હતી જ નથી.
તીન (શાસન)ઃ પાંચે નિર્ચ બધા તીર્થકરેનાં શાસનમાં મળી આવે છે. કેટલાકનું એવું માનવું છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશલ એ ત્રણ તીર્થમાં નિત્ય હોય છે અને બાકીના – કષાયકુશીલ આદિ તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે.
(ચિહ્ન): એ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનું છે. ચારિત્રગુણ એ ભાવલિંગ, અને વિશિષ્ટ વેષ આદિ બાહ્ય સ્વરૂપ તે દ્રવ્યલિંગ. પાંચે નિર્ગમાં ભાવલિંગ અવશ્ય હોય છે; પરંતુ વ્યલિંગ તે એ બધામાં હોયે ખરું અને ન પણ હોય.
સ્થાઃ પુલાકને પાછલી તેજે, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યા હોય. બકુશ અને પ્રતિસેવનાકુશીલને યે લેશ્યા હેય. કષાયકુશીલ જે પરિહારવિશુદ્ધિચારિત્રવાળો હોય, તો તેને આદિ ઉક્ત ત્રણ લેશ્યા હેય; અને જે સૂકસંપરયવાળો
૧. દિગંબરીય ગ્રંથે ચાર લેસ્થા વર્ણવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org