________________
અધ્યાય ૯- સૂત્ર ૪૮
૩૮૫ નિગ્રંથ શબ્દને તાત્વિક – નિશ્ચયનયસિદ્ધ અર્થ જુદો છે અને વ્યાવહારિક-સાંપ્રદાયિક અર્થ જુદો છે. આ બન્ને અર્થના એકીકરણને જ અહીં નિગ્રંથ સામાન્ય માની, તેના જ પાંચ વર્ગો પાડી, પાંચ ભેદો દર્શાવવામાં આવ્યા છે. જેમાં રાગ ઠેષની ગાંઠ બિલકુલ ન જ હોય, તે નિગ્રંથ શબ્દને તાત્ત્વિક અર્થ છે, અને જે અપૂર્ણ હોવા છતાં ઉક્ત તાત્ત્વિક નિગ્રંથપણાને ઉમેદવાર હોય, અર્થાત્ ભવિષ્યમાં એવી સ્થિતિ મેળવવા ઈચ્છતા હોય, તે વ્યાવહારિક નિગ્રંથ. પાંચ ભેદોમાંથી પ્રથમના ત્રણ વ્યાવહારિક અને પછીના બે તાત્વિક છે. એ પાંચ ભેદોનું સ્વરૂપ આ પ્રમાણેઃ ૧. મૂલ ગુણ અને ઉત્તર ગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કર્યા છતાં વીતરાગપ્રણીત આગમથી કદી પણ ચલિત ન થાય, તે “પુલાક નિગ્રંથ.” ૨. જેઓ શરીર અને ઉપકરણના સંસ્કારોને અનુસરતા હોય, ઋદ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ હોય, અવિવિક્ત – સસંગપરિવારવાળા હોય અને છેદ (ચરિત્રપર્યાયની હાનિથી) તથા શબલ (અતિચાર) દોષોથી યુક્ત હોય, તે “બકુશ.” ૩. કુશીલના બે ભેદમાંથી જેઓ ઈદ્રિયને વશવર્તી હેવાથી કઈ પ્રકારની ઉત્તર ગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તે, તે “પ્રતિસેવનાકુશીલ'; અને જેઓ તીવ્ર કષાયને કદી વશ ન થતાં માત્ર મંદ કષાયને
ક્યારેક વશ થાય, તે “કષાયકુશીલ.” ૪. જેમાં સર્વાપણું ન હોવા છતાં રાગદ્વેષનો અત્યંત અભાવ હોય અને અંતર્મુદ્દત જેટલા વખત પછી જ જેમાં સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય, તે “નિગ્રંથ.” ૫. જેમાં સર્વાપણું પ્રગટયું હોય, તે સ્નાતક.” [૪૮]
આઠ બાબતમાં નિર્ચ થેની વિશેષ વિચારણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org