________________
૩૮૨
તત્વાર્થસૂત્ર પણ તદ્દન શાંત થઈ જાય છે. અર્થાત તેનું ચંચલપણું દૂર થઈને નિષ્પકંપ બની જાય છે અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી સર્વજ્ઞપણું પ્રગટે છે. જ્યારે સર્વજ્ઞ ભગવાન યોગનિરોધના ક્રમમાં છેવટે સક્ષ્મ શરીરોગને આશ્રય લઈ બીજા બાકીના યોગને રોકે છે ત્યારે તે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી ધ્યાને કહેવાય છે, કારણ કે તેમાં શ્વાસઉચશ્વાસ જેવી સૂક્ષ્મ જ શરીરક્રિયા બાકી રહેલ હોય છે, અને તેમાંથી પતન પણ થવાનો સંભવ નથી. જ્યારે શરીરની શ્વાસ–પ્રશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાઓ પણ અટકી જાય, અને આત્મપ્રદેશનું સર્વથા અકંપપણું પ્રકટે, ત્યારે તે “સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિધ્યાન” કહેવાય છે, કારણ કે એમાં સ્કૂલ કે સૂક્ષ્મ કઈ પણ જાતની માનસિક, વાચિક, કાયિક ક્રિયા હતી જ નથી અને તે રિથતિ પાછી જતી પણ નથી. આ ચતુર્થ ધ્યાનને પ્રભાવે સર્વ આસ્રવ અને બંધને નિરોધ થઈ. શેષ સર્વ કર્મ ક્ષીણ થઈ, મેક્ષ પ્રાપ્ત થાય છે. ત્રીજા અને ચોથા શુકલ ધ્યાનમાં કઈ પણ જાતના શ્રતજ્ઞાનનું આલંબન નથી હતું, તેથી તે બને અનાલંબન પણ કહેવાય છે. [૩૯-૪૬] - હવે સમ્યગ્દષ્ટિઓની કર્મનિર્જરાને તરતમભાવ કહે છે:
૧. આ ક્રમ આ પ્રમાણે માનવામાં આથે છે: સ્થૂલ કાયયોગના આશ્રયથી વચન અને મનના પૂલ યોગને સૂમ બનાવવા માં આવે છે, ત્યાર બાદ વચન અને મનના સૂક્ષ્મ યોગને અવલંબી શરીરને સ્કૂલ યોગ સૂક્ષ્મ બનાવાય છે; પછી શરીરના સૂક્ષ્મ યેગને અવલંબી વચન અને મનના સૂક્ષ્મ અને નિરાધ કરવામાં આવે છે; અને અંતે સૂક્ષ્મ શરીર યોગને પણ નિરાધ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org