________________
૨૦
તત્વાર્થસૂત્ર
૧. પૃથકૃત્વવિતર્કસવિચાર ૨. એકવવિતકનિર્વિચાર ૩. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી ૪. વ્યુપરતક્રિયાનિવૃત્તિ-સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ.
સ્વપ : પ્રથમનાં બે શુકલધ્યાનોને આશ્રય એક છે અર્થાત્ એ બંને પૂર્વજ્ઞાનધારી આત્મા વડે આરંભાય છે તેથી જ એ બને યાન “વિતર્ક” અર્થાત શ્રુતજ્ઞાન સહિત છે બન્નેમાં વિતર્કનું સામ્ય હોવા છતાં બીજું વૈષમ્ય પણ છે, અને તે એકે પહેલામાં “પૃથકૃત્વ” અર્થાત ભેદ છે;
જ્યારે બીજામાં એકત્વ' અર્થાત્ અભેદ છે. એ જ રીતે પહેલમાં “વિચાર” અર્થાત્ સંક્રમ છે જ્યારે બીજામાં વિચાર નથી. આને લીધે એ બને ધ્યાનનાં નામ અનુક્રમે “પૃથકૃત્વવિતર્કસવિચાર” અને “એકત્વવિતર્ક અવિચાર’ એવાં રાખવામાં આવ્યાં છે. જ્યારે કોઈ ધ્યાન કરનાર પૂર્વધર હાય, ત્યારે પૂર્વગત શ્રતને આધારે, અને પૂર્વધર ન હોય ત્યારે પિતામાં સંભવિત શ્રુતને આધારે, કઈ પણ પરમાણુ આદિ જડ કે આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તત્વ અમૂર્તવ આદિ અનેક પર્યાનું દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક આદિ વિવિધ નય વડે ભેદપ્રધાન ચિંતન કરે, અને યથાસંભવિત શ્રુતજ્ઞાનને આધારે કોઈ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર કે એક દ્રવ્ય ઉપરથી પર્યાયરૂપ અન્ય અર્થ ઉપર કે એક પર્યાયરૂ૫ અર્થ ઉપરથી અન્ય પર્યાયરૂપ અર્થ ઉપર ચિંતન માટે પ્રવૃત્ત થાય, તેવી જ રીતે અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર ચિંતન માટે પ્રવર્તે, તેમ જ મન આદિ કોઈ પણ એક યોગ છોડી અન્ય વેગને અવલંબે, ત્યારે તે ધ્યાન “પૃથકૃત્વવિતર્કસવિચાર' કહેવાય છે. કારણ કે એમાં વિર્તક” અર્થાત્ શ્રુતજ્ઞાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org