________________
અધ્યાય ૯- સૂત્ર ૪૦-૪૬
વિચાર એટલે અર્થ, વ્યંજન અને ગની સંક્રાંતિ.
પ્રસ્તુત વર્ણનમાં શુકલધ્યાનને લગતા સ્વામી, ભેદો અને સ્વરૂપ એ ત્રણ મુદ્દાઓ છે.
સ્વામી : સ્વામીનું કથન અહીં બે પ્રકારે કરવામાં આવ્યું છે. એક તો ગુણસ્થાનની દષ્ટિએ અને બીજું ગની દષ્ટિએ. ગુણસ્થાનને હિસાબે શુકલધ્યાનના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદના સ્વામી અગિયારમાં–બારમા ગુણસ્થાનવાળા અને તે પણ પૂર્વધર હોય તે હોય છે. પૂર્વધર એ વિશેષણથી સામાન્ય રીતે એટલું જ સમજવાનું કે જે પૂર્વધર ન હોય અને અગિયાર આદિ અંગેના ધારક હોય, તેમને તે અગિયારમાબારમા ગુણસ્થાન વખતે શુકલ નહિ પણ ધર્મધ્યાન હોય છે. આ સામાન્ય વિભાગને એક અપવાદ પણ છે અને તે એ કે, પૂર્વધર ન હોય તેવા આત્માઓને જેમકે–માષતુષ, મરુદેવી વગેરેને પણ શુકલધ્યાન સંભવે છે. શુકલધ્યાનના છેલ્લા બે ભેદોના સ્વામી ફક્ત કેવલી અર્થાત્ તેરમા-ચૌદમા ગુણસ્થાન વાળા છે. અને હિસાબે ત્રણ ગવાળા હોય તે જ ચારમાંથી પહેલા શુકલધ્યાનના સ્વામી છે. મન, વચન અને કાયમાંથી કેઈપણ એક જ ગવાળા હોય, તે શુકલધ્યાનના બીજા ભેદના સ્વામી છે. એના ત્રીજા ભેદના સ્વામી માત્ર કાયયોગવાળા અને ચોથા ભેદના સ્વામી માત્ર અગી જ હોય છે.
મેવો ઃ શુકલધ્યાનના પણ અન્ય ધ્યાનની પેઠે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમના ચાર નામ આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org