________________
અધ્યાય – સૂત્ર ૨૯-૩૦
તે તેનું મન ગણતરીના કામમાં અનેક ક્રિયાઓ કરવામાં રોકાયેલું હેઈ, એકાગ્રતાને બદલે વ્યગ્રતાવાળું જ સંભવે છે. તેવી જ રીતે દિવસ, માસ અને તેથી વધારે વખત સુધી ધ્યાન ટકવાની લેકમાન્યતા પણ જેનપરંપરાને ગ્રાહ્ય નથી; તેનું કારણ તે એમ બતાવે છે કે, વધારે વખત ધ્યાનને લંબાવતાં ઇંદ્રિયને ઉપઘાત સંભવતો હોવાથી, તે અંતર્મુહૂર્તથી વધારે લંબાવવું કઠણ છે. એક દિવસ, એક અહોરાત્ર કે તેથી વધારે વખત સુધી ધ્યાન કર્યું એમ કહેવાનો અર્થ એટલે જ છે કે, તેટલા વખત સુધી ધ્યાનનો પ્રવાહ લંબાયો અર્થાત્ કઈ પણ એક આલંબનમાં એક વાર ધ્યાન કરી, ફરી તે જ આલંબનનું કાંઈક રૂપાંતરથી કે બીજા આલંબનનું ધ્યાન કરવામાં આવે, અને વળી એ જ રીતે આગળ ધ્યાન કરવામાં આવે, ત્યારે તે ધ્યાનપ્રવાહ લંબાય છે. આ અંતર્મુહૂર્ત કાલપરિમાણ છોઘસ્થિક ધ્યાનનું સમજવું. સર્વજ્ઞમાં ઘટાવાતા ધ્યાનનું કાલપરિમાણ તે વધારે પણ સંભવે; કારણ કે મન, વચન અને શરીરની પ્રવૃત્તિ વિષેના સુદઢ પ્રયત્નને વધારે વખત સુધી પણ સર્વજ્ઞ લંબાવી શકે. જે આલંબન ઉપર ધ્યાન ચાલે, તે આલંબન સંપૂર્ણ દ્રવ્યરૂપ ન હતાં તેને એક દેશ-ઈ પર્યાય હોય છે; કારણ કે દ્રવ્યનું ચિંતન એ તેના કઈ ને કઈ પર્યાય દ્વારા જ શક્ય બને છે. [૨૭–૨૮]
હવે ધ્યાનના ભેદો કહે છે : आर्तरौद्रधर्म शुक्लानि । २९ । જે મહેન્દ્ર રૂ.
આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચાર પ્રકાર ધ્યાનના છે. त-२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org