________________
અધ્યાય -સૂત્ર ૨૬- ૨૮ ૩૦૧ સાધી શકે છે, તે એટલી બધી ઓછી હોય છે કે, તેની ગણના ધ્યાનમાં થઈ શકતી નથી.
૫: સામાન્ય રીતે ક્ષણમાં એક, ક્ષણમાં બીજા અને ક્ષણમાં ત્રીજા એમ અનેક વિષયોને અવલંબી ચાલતી જ્ઞાનધારા, ભિન્ન ભિન્ન દિશામાંથી વહેતી હવાની વચ્ચે રહેલ દીપશિખાની પેઠે અસ્થિર હોય છે. તેવી જ્ઞાનધારા - ચિંતાને વિશેષ પ્રયત્ન વડે બાકીના બધા વિષયેથી હઠાવી કઈ પણ એક જ ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી, અર્થાત્ જ્ઞાનધારાને અનેક વિષયગામિની બનતી અટકાવી એકવિષયગામની બિનાવી દેવી, તે “ધ્યાન” છે. ધ્યાનનું એ સ્વરૂપ અસર્વજ્ઞ – છાસ્થમાં જ સંભવે છે, તેથી એવું ધ્યાન બારમાં ગુણસ્થાન સુધી હોય છે.
સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયા પછી અર્થાત્ તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં ધ્યાન સ્વીકારવામાં આવ્યું છે ખરું; પણ તેનું સ્વરૂપ જુદા પ્રકારનું છે. તેમાં ગુણસ્થાનના અંતમાં જ્યારે માનસિક, વાચિક અને કાયિક વ્યાપારના નિરોધને ક્રમ શરૂ થાય છે, ત્યારે સ્થૂલ કાયિક વ્યાપારના નિરોધ પછી સૂક્ષ્મકાયિક વ્યાપારના અસ્તિત્વ વખતે “સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી” નામનું ત્રીજું શુકલધ્યાન માનવામાં આવ્યું છે, અને ચૌદમાં ગુણસ્થાનમાં સંપૂર્ણ અગિપણની દશામાં શૌલેશીકરણ વખતે સમુચિછન્નક્રિયાનિવૃત્તિ' નામનું ચોથું શુકલધ્યાન માનવામાં આવ્યું છે. આ બંને ધ્યાને તે તે દશામાં ચિત્ત વ્યાપાર ન હોવાથી છવાસ્થની પેઠે એકાગ્રચિંતાનિધિરૂપ તે નથી જ; તેથી તે બંને દશામાં ધ્યાન ઘટાવવા માટે સૂત્રમાં કહેલ પ્રસિદ્ધ અર્થ ઉપરાંત ધ્યાન શબ્દનો અર્થ વિશેષ વિસ્તારવામાં આવ્યો છે, અને તે એ કે, માત્ર કાયિક સ્કૂલવ્યાપારને રોકવાને પ્રયત્ન તે પણ ધ્યાન છે, અને આત્મપ્રદેશોની નિપ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
W