________________
અધ્યાય -સૂત્ર ૨૬-૨૮ દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પૃચ્છા કરવી, તે “પ્રચ્છના.” ૩. શબ્દપાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું, તે
અનુપ્રેક્ષા.' ૪. શીખેલ વસ્તુના ઉચ્ચારનું શુદ્ધિપૂર્વક પુનરા વર્તન કરવું, તે “આમ્નાય' અર્થાત્ પરાવર્તન. ૫. જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું, તે ધર્મોપદેશ.” અથવા ધર્મનું કથન કરવું, તે ધર્મોપદેશ” [૨૫]
હવે વ્યુત્સર્ગના ભેદો કહે છે : ગ્રાહ્યાજી ! રદ્દ
બાહ્ય અને આત્યંતર ઉપધિને ત્યાગ એમ બે પ્રકારને વ્યુત્સર્ગ છે.
ખરી રીતે અહત્વ – મમત્વની નિવૃત્તિરૂપ ત્યાગ એક જ છે, છતાં ત્યાગવાની વસ્તુ બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારની હોવાથી, તેના અર્થાત વ્યુત્સર્ગ કે ત્યાગના બે પ્રકાર માનવામાં આવ્યા છે. તે આ પ્રમાણે: ૧. ધન, ધાન્ય, મકાન, ક્ષેત્ર આદિ બાહ્ય વસ્તુઓમાંથી મમતા ઉઠાવી લેવી, તે “બાહ્યોપધિવ્યુત્સર્ગ. ૨. અને શરીર ઉપરથી મમતા ઉઠાવવી તેમ જ કાષાયિક વિકારોમાંથી તમયપણાને ત્યાગ કરે, તે “આત્યંતરે પધિવ્યુત્સર્ગ.' રિ૬]
હવે ધ્યાનનું વર્ણન કરે છે: उत्तमसहननस्यैकाग्रचिन्तानिरोघो ध्यानम् ।२७। સમુહૂર્તા ર૮
૧. ભાષ્યમાં અહીં સૂત્રમાં “પ્રજા ચિંતા” અને “નિરોધ એવા ધ્યાનના બે પ્રકારનો નિર્દેશ છે એમ સ્પષ્ટ જણાવ્યું છે. પણ આ બાબતમાં કોઈપણ ટીકાકારે ભાષ્યનું અનુસરણ કર્યું નથી તેથી અમે પણ બધાજ ટીકાકારેને અનુસરી વ્યાખ્યા કરી છે, અને ખરેખર આ સત્રમાં બે ધ્યાને અભિપ્રેત છે. એ માટે જુઓ દશવૈની અગસ્ય ચૂર્ણિ પૃ; ૧૬ અને ‘વિદ્યા ભા. ૧૫, અંક-૨માં દલસુખ માલવણિયાને લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org