________________
૩૦
તવાથસૂત્ર
ઉત્તમ સંહનનવાળાનું જે એક વિષયમાં અંતઃકણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન.
તે મુહૂર્ત સુધી એટલે અંતર્મુહર્ત પર્યત રહે છે.
ધિર : છ પ્રકારનાં સિંહન-શારીરિક બંધારણામાં વજીર્ષભનારાચ, અર્ધવજીર્ષભનારા અને નારાચ એ ત્રણ ઉત્તમ ગણાય છે. જે ઉત્તમ સંહનનવાળો હોય તે જ ધ્યાનનો અધિકારી છે. કારણ કે, ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે જે શારીરિક બળ જોઈએ, તેને સંભવ ઉક્ત ત્રણ સંહનનવાળા શરીરમાં છે; બાકીનાં બીજા ત્રણ સંહનનવાળામાં નહિ. એ તે જાણીતું જ છે કે, માનસિક બળનો એક મુખ્ય આધાર શરીર જ છે અને શરીરબળ તે શારીરિક બંધારણ ઉપર નિર્ભર છે, તેથી ઉત્તમ સિવાયના સંહનનવાળા ધ્યાનના અધિકારી નથી. જેટલે અંશે શારીરિક બંધારણ નબળું, તેટલે અંશે મને બળ ઓછું; જેટલે અંશે મનોબળ ઓછું, એટલે અંશે ચિત્તની સ્થિરતા ઓછી. તેથી નબળા શારીરિક બંધારણવાળા અર્થાત્ અનુત્તમ સંહનનવાળા લેકે પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈ પણ વિષયમાં જે એકાગ્રતા
૧. દિગંબરીય ગ્ર માં ત્રણે ઉત્તમ સંહનનવાળાને ધ્યાનના અધિકારી માન્યા છે; ભાષ્ય અને તેની વૃત્તિ પ્રથમના બે સંહનનવાળાને ધ્યાનના સ્વામી માનવાને પક્ષ કરે છે.
૨. બે હાડકાંના છેડા એકબીજાના ખાડામાં ગેાઠવવામાં આવે, તે તે મર્કટબંધ અથવા નારા કહેવાય. તે પ્રકારના સાંધા ઉપર હાડને પટે આવે, તે તે ઋષભનારાએ બંધ થાય. અને તે ત્રણને વધે એ એક વજખીલ ઉપર પરોવવામાં આવે, તે તે પૂરે વર્ષભનારાચસંહનન બંધ થયો કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org