________________
૩૦૨
તત્ત્વાર્થસૂત્ર
ક ંપતા એ પણ ધ્યાન છે. હજી ધ્યાનની બાબતમાં એક પ્રશ્ન રહે છે અને તે એ કે, તેરમા ગુણસ્થાનના પ્રાર ભથી માંડી યાનિરોધને ક્રમ શરૂ થાય ત્યાં સુધીની અવસ્થામાં અર્થાત્ સત્તપણે જીવન વ્યતીત કરવાની સ્થિતિમાં કાઈ ધ્યાન હેાય છે ખરું ? અને હાય ! તે કયું? આને ઉત્તર બે રીતે મળી આવે છેઃ ૧. એ વિહરમાણ સર્વજ્ઞની દશાને ધ્યાનાંતરિકા કહી તેમાં અબ્યાનીપણું જ કબૂલ રાખી, કોઈ ધ્યાન સ્વીકારવામાં આવ્યુ નથી. ૨. એ દશામાં મન, વચન અને શરીરના વ્યાપાર સંબંધી સુદૃઢ પ્રયત્નને જ ધ્યાન તરીકે સ્વીકારવામાં આવેલ છેઃ
જાનુ રિમાળ : ઉપર્યુક્ત એક ધ્યાન વધારેમાં વધારે અંત સુધી જ ટકી શકે છે; તેથી આગળ તેને ટકાવવુ કઠણ હાવાથી તેનું કાલપરિમાણ અંતર્મુ દૂત માનવામાં આવ્યું છે.
શ્વાસ-ઉચ્છ્વાસને બિલકુલ રાકવા એને કેટલાક ધ્યાન માને છે, વળી ખીજા કેટલાક ૧માત્રાથી કાલની ગણના કરવાને ધ્યાન માને છે, પણ જૈનપરંપરા એ કથન નથી સ્વીકારતી. કારણમાં તે કહે છે કે, જો સંપૂર્ણપણે શ્વાસ-ઉચ્છ્વાસ બંધ જ કરવામાં આવે, તે છેવટે શરીર ટકે જ નહિ; એટલે મદ કે મંદતમ પણ શ્વાસના સંચાર ધ્યાનાવસ્થામાં હોય છે જ; તેવી રીતે જ્યારે કોઈ માત્રા વડે કાલનું માપ કરે, ત્યારે
૧. ૐ ૐ’ આદિ એક એક હસ્વ સ્વર ખેલવામાં જેટલા વખત લાગે છે, તેટલા વખતને એક માત્રા' કહેવામાં આવે છે. વ્યંજન જ્યારે સ્વરહીન ખાલાય છે, ત્યારે તેમાં અધ માત્રા જેટલા વખત લાગે છે. માત્રા કે અમાત્રા જેટલા વખતને જાણી લેવાના અભ્યાસ કરી, કાઈ તે ઉપરથી ખીજી ક્રિયાના વખત માપે કે અમુક કામમાં આટલી માત્રાઓ થઈ, તે માત્રા વડે કાલની ગણના કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org