________________
૩૬૮
તત્વાર્થસૂત્ર વૈયાવૃત્ય એ સેવારૂપ હેવાથી, સેવાયોગ્ય હોય એવા દશ પ્રકારના સેવ્ય – સેવાયોગ્ય પાત્રને લીધે તેને પણ દશ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય, તે “આચાર્ય. ૨. મુખ્યપણે જેનું કાર્ય શ્રુતાભ્યાસ કરાવવાનું હોય, તે “ઉપાધ્યાય.” ૩. મોટાં અને ઉગ્ર તપ કરનાર હોય, તે તપસ્વી.” ૪. જે નવદીક્ષિત હેઈ શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય, તે શૈક્ષ.” ૫. રોગ વગેરેથી ક્ષીણ હોય, તે “ગ્લાની ૬. જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય, તેમને સમુદાય તે “ગણ.” છે. એક જ દીક્ષાચાર્યને શિષ્ય પરિવાર, તે “કુલ. ૮. ધર્મના અનુયાયીઓ તે “સંધ”
એના સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ભેદ છે. ૯. પ્રવજ્યાવાન હોય, તે “સાધુ. ૧૦. જ્ઞાન આદિ ગુણે વડે સમાન હોય, તે “સમને ઝ’–સમાનશીલ. [૨૪]
હવે સ્વાધ્યાયના ભેદો કહે છે : वाचनाप्रच्छनानुप्रेक्षाम्नाय धर्मोपदेशाः ।२५ ।
વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પાંચ સ્વાધ્યાયના ભેદે છે.
જ્ઞાન મેળવવાને, તેને નિઃશંક, વિશદ અને પરિપક્વ કરવાનો તેમજ તેના પ્રચારને પ્રયત્ન એ બધું સ્વાધ્યાયમાં આવી જતું હોવાથી, તેના અહીં પાંચ ભેદો અભ્યાસશૈલીના ક્રમ પ્રમાણે જ દર્શાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે: ૧. શબ્દ કે અર્થનો પ્રથમ પાઠ લેવો, તે “વાચના.” ૨. શંકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org