________________
તત્ત્વાર્થસૂત્ર આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રકાર પ્રાયશ્ચિત્તના છે.
દોષ–ભૂલનું શોધન કરવાના અનેક પ્રકારો છે, તે બધા પ્રાયશ્ચિત્ત’ છે. એના અહીં ટૂંકમાં નવ ભેદ આ પ્રમાણે છેઃ ૧. ગુરુ સમક્ષ નિખાલસભાવે પિતાની ભૂલ પ્રકટ કરવી, તે “આલોચન.” ૨. થયેલ ભૂલને અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું, તે
પ્રતિક્રમણ.” ૩. ઉક્ત આલોચન અને પ્રતિક્રમણ બને સાથે કરવામાં આવે, ત્યારે “તદુભય”-અર્થાત્ “મિશ્ર.” ૪. ખાનપાન આદિ વસ્તુ જે અકલ્પનીય આવી જાય અને પછી માલૂમ પડે તો તેને ત્યાગ કરવો, તે “વિવેક'. ૫. એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારે છેડી દેવા, તે બુત્સર્ગ. ૬. અનશન આદિ બાહ્ય તપ કરવું, તે “તપ.” ૭. દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવ્રજ્યા ઘટાડવી, તે છેદ.” ૮. દેશપાત્ર વ્યક્તિને તેના દોષના પ્રમાણમાં પક્ષ, માસ આદિ પર્યત કઈ જાતને સંસર્ગ રાખ્યા વિના જ દૂરથી પરિહરવી, તે ૧પરિહાર. ૯. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ મહાવ્રતોનો ભંગ થવાને લીધે ફરી પ્રથમથી જ જે મહાવ્રતોનું આરોપણ કરવું, તે ઉપસ્થાપન.” [૨]
૧. પરિહાર અને ઉપસ્થાપન એ બેની જગાએ મૂળ, અનવસ્થાપ્ય, પારાચિક એ ત્રણ પ્રાયશ્ચિત્ત હોવાથી ઘણુ ગ્રંથમાં દશ પ્રાચશ્ચિત્તોનું વર્ણન છે. આ પ્રત્યેક પ્રાયશ્ચિત્ત કયા કયા અને કેવી કેવી જાતના દેષને લાગુ પડે છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ વ્યવહાર, ‘જતકલ્પસૂત્ર આદિ પ્રાયશ્ચિત્તપ્રધાન ગ્રંથમાંથી જાણી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org