________________
અધ્યાય ૯ – સૂત્ર ૨૧-૨૨
મધ, માખણ આદિ વિકારકારક રસને ત્યાગ કરવા, તે ‘રસપરિત્યાગ’. ૫. બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, તે ‘વિવિક્તશય્યાસનસ લીનતા'. ૬. ટાઢમાં, તડકામાં કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું તે ‘કાયકલેશ’.
આયંતર તપ : ૧. લીધેલ વ્રતમાં થયેલ પ્રમાદજનિત દોષાનુ જેના વડે શેાધન કરી શકાય, તે પ્રાયશ્ચિત્ત’. ૨. જ્ઞાન આદિ સદ્ગુણો વિષે બહુ માન રાખવુ, તે ‘વિનય’. ૩. યાગ્ય સાધના પૂરાં પાડીને કે પોતાની જાતને કામમાં લાવીને સેવાસુશ્રુષા કરવી. તે વૈયાવૃત્ત્વ'. વિનય અને વૈયાવૃત્ત્વ વચ્ચે અંતર એ છે કે, વિનય એ માનસિક ધર્મ છે અને વૈયાવૃત્ત્વ એ શારીરિક ધર્મ છે. ૪. જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારને અભ્યાસ કરવા, તે સ્વાધ્યાય’. ૫. અર્હત્વ અને મમત્વના ત્યાગ કરવા, તે ‘વ્યુત્સ. ૬. ચિત્તના વિક્ષેપેાના ત્યાગ કરવા, તે ‘ધ્યાન’. [૧૯-૨૦]
હવે પ્રાયશ્ચિત્ત આદિ તાના ભેદોની સંખ્યા કહે છે ઃ नवचतुर्दशपञ्चद्विभेद' यथाक्रमं प्राग्ध्यानात् | २१| ધ્યાન પહેલાંના આભ્યંતર તપના અનુક્રમે નવ, ચાર, દેશ, પાંચ અને બે ભેદ છે.
ધ્યાનના વિચાર વિસ્તૃત હોવાથી તેને છેવટે રાખી તેની પહેલાંના પ્રાયશ્ચિત્ત આદિ પાંચ આભ્યંતર તાના ભેદાની સંખ્યા માત્ર અહીં દર્શાવવામાં આવી છે. [૨૧] હવે પ્રાયશ્ચિત્તના ભેદો કહે છે :
आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्ग' तपश्छेद
परिवांरोपस्थापनानि । २२ ।
Jain Education International
૩૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org