________________
૩૬૭
અધ્યાય ૯-૧૦ ૨૩-૨૪ હવે વિનયના ભેદ કહે છે: शानदर्शनचारित्रोपचाराः । २३ ।
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકાર વિનયના છે.
વિનય એ વસ્તુતઃ ગુણરૂપે એક જ છે, છતાં અહીં તેના જે ભેદો પાડવામાં આવ્યા છે, તે માત્ર વિષયની દષ્ટિએ. વિનયના વિષયને મુખ્યપણે ચાર ભાગમાં અહીં વહેંચવામાં આવ્યો છે. જેમકે : ૧. જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખ, અને તેને ભૂલવું નહિ એ “જ્ઞાનને ખર વિનય છે. ૨. તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલિત ન થવું, તેમાં આવતી શંકાઓનું સંશોધન કરી નિશંકપણું કેળવવું, તે “દર્શનવિનય.” ૩. સામાયિક આદિ પૂર્વોક્ત કોઈ પણ ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું, તે “ચારિત્રવિનય. ૪. કઈ પણ સગુણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકારનો યોગ્ય વ્યવહાર સાચવવો; જેમકે, તેની સામે જવું, તે આવે ત્યારે ઊઠી ઊભા થવું, આસન આપવું, વંદન કરવું વગેરે, તે “ઉપચારવિનય.” [૨૩]
હવે વૈયાવૃત્તના ભેદો કહે છે
आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसघकરાપુરનોશાના ર૪ 1
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિક્ષ, ગ્લાન, ગણ, કુલ સંઘ, સાધુ અને સમગ્ર એમ દશ પ્રકારે વૈયાવૃન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org