________________
અધ્યાય - સૂત્ર ૧૯-૨૦
૩૬૩
આદિ બાકીનાં ચારે ચારિત્રો સામાયિક રૂપ તો છે જ; તેમ છતાં કેટલીક આચાર અને ગુણની વિશેષતાને લીધે એ ચારને સામાયિકથી જુદાં પાડી વર્ણવવામાં આવ્યાં છે. “ઇવરિક અર્થાત થોડા વખત માટે કે “યાવસ્કથિક અર્થાત આખી જિંદગી માટે જે પહેલ વહેલી મુનિદીક્ષા લેવામાં આવે છે, તે “સામાયિક. ૨. પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ કૃતનો અભ્યાસ કરીને વિશેષ શુદ્ધિ ખાતર જે જીવન પર્વતની ફરી દીક્ષા લેવામાં આવે છે, તે, તેમજ પ્રથમ લીધેલ દીક્ષામાં દોષાપત્તિ આવવાથી તેનો છેદ કરી ફરી નવેસર દીક્ષાનું જે આરે પણ કરવામાં આવે છે, તે છેદો પસ્થાપન” ચારિત્ર. પહેલું નિરતિચાર અને બીજુ સાતિચાર છેદો પસ્થાપન કહેવાય છે. ૩. જેમાં ખાસ વિશિષ્ટ પ્રકારના તપપ્રધાન આચાર પાળવામાં આવે છે, તે “પરિહારવિશુદ્ધિ૧ ચારિત્ર. ૪. જેમાં ક્રોધ આદિ કષાયે તે ઉદયમાન નથી હોતા; ફક્ત લેભને અંશ અતિ સૂક્ષ્મપણે હેય છે, તે “સૂક્ષ્મસંપરાય” ચારિત્ર. ૫. જેમાં કઈ પણ કષાય ઉદયમાન નથી જ હોતે, તે “યથાખ્યાત અર્થાત્ “વીતરાગ” ચારિત્ર. [૧૮] હવે તપનું વર્ણન કરે છે:
अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः । १९ ।
। प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानाજુર ! ૨૦.
૧. જુઓ હિંદી ચોથે ‘કર્મગ્રંથ” પૃ. ૫૯-૬૧. ૨. આનાં અથાખ્યાત અને તથાખ્યાત એવાં નામ પણ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org