________________
૩૬૨
તત્ત્વાર્થસૂત્ર
છે; મેહમાંથી દર્શીનમેહ એ અદનનું અને ચારિત્રમાહ એ નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, અને સત્કાર એ સાત પરીષહનું કારણ છે; વેદનીય ક એ ઉપર ગણાવેલ સર્વજ્ઞમાં સંભવતા અગિયાર પરીષહાનુ કારણ છે. [૧૩-૬ ]
જ સાથે જ નીવમાં સમવતા પરીષદોની સંખ્યા : બાવીશ પરીષામાં એક સમયે પરસ્પર વિરાધી કેટલાક પરીષહા છે, જેમકે—શીત, ઉષ્ણુ; ચર્યા, શય્યા; અને નિષદ્યા; તેથી પહેલા એ અને પાછલા ત્રણેને એક સાથે સંભવ જ નથી. શીત હેાય ત્યારે ઉષ્ણ અને ઉષ્ણુ હેાય ત્યારે શીત ન સભવે; એ જ પ્રમાણે ચર્યાં, શય્યા અને નિષદ્યામાંથી એક વખતે એક જ સંભવે. માટે જ ઉક્ત પાંચમાંથી એક વખતે કાઈ પણ એના સભવ અને ત્રણના અસભવ માની એક આત્મામાં એક સાથે વધારેમાં વધારે ૧૯ પરીષહના સંભવ જણાવવામાં આવ્યા છે. [૧૭]
હવે ચારિત્રના ભેદા કહે છે :
सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातानि चारित्रम् | १८ | સામાયિક, છેદ્યા પસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારનું ચારિત્ર છે.
આત્મિક શુદશામાં સ્થિર થવાના પ્રયત્ન કરવા, તે ચારિત્ર.’ પરિણામશુદ્ધિના તરતમભાવની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ ઉપર્યુક્ત પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. સમભાવમાં રહેવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓના ત્યાગ કરવા, તે ‘સામાયિક’ ચારિત્ર, છેદેપસ્થાપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org