________________
તત્ત્વાર્થસૂત્ર
શાસ્ત્રજ્ઞાનથી ગર્વિત ન થવું અને તેના અભાવમાં આત્મામાનના ન રાખવી, તે “જ્ઞાન” પરીષહ, અથવા “અજ્ઞાન” પરીષહ. ૨૨. સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી સ્વીકારેલ ત્યાગ નકામો ભાસે, ત્યારે વિવેકી શ્રદ્ધા કેળવી તે સ્થિતિમાં પ્રસન્ન રહેવું, તે “અદર્શન' પરીષહ. [૯].
મધારી પરત્વે વિમાન: જેમાં સંપરાય – લેભ કષાયનો બહુ જ ઓછો સંભવ છે, તેવા સૂક્ષ્મસં૫રાય નામક ગુણસ્થાનમાં અને ઉપશાંતમૂહ તથા ક્ષીણમેહ નામક ગુણસ્થાનમાં ચૌદ જ પરીષહ સંભવે છે, તે આ સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ. બાકીના આઠ નથી સંભવતા. તેનું કારણ એ છે કે, તે મેહજન્ય છે; અને અગિયારમા બારમા ગુણ સ્થાનમાં મેહદયનો અભાવ છે. જો કે દશમા ગુણસ્થાનમાં મોહ છે ખરે, પણ તે એટલે બધે અલ્પ છે કે હોવા છતાં ન જેવો જ છે; તેથી તે ગુણસ્થાનમાં પણ મહજન્ય આઠ પરીષહોને સંભવ ન લેખી, ફક્ત ચોદને જ સંભવ લેખવામાં આવ્યો છે.
તેરમા ચૌદમાં ગુણસ્થાનમાં ફક્ત અગિયાર જ પરીષહ સંભવે છે તે આ છે સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક,
૧. આ બે ગુણસ્થાનોમાં પરીષહની બાબતમાં દિગંબરીય અને વેતાંબર પરંપરા વચ્ચે મતભેદ છે. એ મતભેદ સર્વજ્ઞમાં કવલાહાર માનવા અને ન માનવામાં મતભેદને આભારી છે. તેથી દિગબરીય વ્યાખ્યાગ્રંથ બાવા નિને એવું જ સૂત્ર માનવા છતાં તેની વ્યાખ્યા મરડીને કરતા હોય તેમ લાગે છે. વ્યાખ્યા પણ એક જ નથી, એની બે વ્યાખ્યા કરવામાં આવી છે અને તે બન્ને સંપ્રદાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org