________________
અધ્યાય -સૂત્ર ૮-૧૭
૩૫૯
ન લલચાવું, તે સ્ત્રી પરીષહ. ૯. સ્વીકારેલ ધર્મજીવનને પુષ્ટ રાખવા અસંગપણે જુદાં જુદાં સ્થાનમાં વિહાર કરવો અને કઈ પણ એક સ્થાનમાં નિયતવાસ ન સ્વીકાર, તે “ચર્યા પરીષહ. ૧૦. સાધનાને અનુકૂલ એકાંત જગ્યામાં મર્યાદિત વખત માટે આસન બાંધી બેસતાં આવી પડતા ભયોને અડેલપણે જીતવા અને આસનથી સ્મૃત ન થવું, તે “નિષઘા” પરીષહ. ૧૧. કમળ કે કઠિન, ઊંચી કે નીચી જેવી સહજ ભાવે મળે તેવી જગ્યામાં સમભાવપૂર્વક શયન કરવું, તે “શયા” પરીષહ. ૧૨. કોઈ આવી કઠોર કે અણગમતું કહે તેને સત્કાર જેટલું વધાવી લેવું, તે “આક્રેશ પરીષહ. ૧૩. કઈ તાડન તર્જન કરે ત્યારે તેને સેવા ગણવી, તે “વધ પરીષહ. ૧૪. દીનપણું કે અભિમાન રાખ્યા સિવાય માત્ર ધર્મયાત્રાના નિર્વાહ અર્થે યાચકવૃત્તિ સ્વીકારવી, તે “યાચનાપરીષહ. ૧૫. યાચના કર્યા છતાં જોઈતું ન મળે ત્યારે પ્રાપ્તિ કરતાં અપ્રાપ્તિને ખરું તપ ગણું તેમાં સંતોષ રાખવો, તે “અલાભ પરીષહ. ૧૬. કઈ પણ રોગમાં વ્યાકુળ ન થતાં સમભાવપૂર્વક તેને સહ, તે
રોગ પરીષહ. ૧૭. સંથારામાં કે અન્યત્ર તૃણ આદિની તીક્ષ્ણતાનો કે કઠોરતાને અનુભવ થાય ત્યારે મૃદુ શયામાં રહે તે ઉલ્લાસ રાખો, એ તૃણસ્પર્શ પરીષહ. ૧૮. ગમે તેટલે શારીરિક મળ થાય છતાં તેમાં ઉગ ન પામવો અને સ્નાન આદિ સંસ્કાર ન ઇચ્છવા, તે “માલ”પરીષહ. ૧૯. ગમે તેટલે સત્કાર મળ્યા છતાં તેમાં ન ફુલાવું અને સત્કાર ન મળે તો ખિન્ન ન થવું, તે “સત્કારપુરસ્કાર પરીષહ. ૨૦. પ્રજ્ઞા-ચમત્કારી બુદ્ધિ હોય તે તેને ગર્વ ન કર અને ન હેય તે ખેદ ધારણ ન કરે, તે “પ્રજ્ઞા પરીષહ. ૨૧, વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org