________________
૩૫૪
તવાથ–સૂત્ર ભરખવાની નીતિમાં અસહ્ય દુઃખ અનુભવે છે; ખરી રીતે આ સંસાર હર્ષ-વિષાદ, સુખ-દુઃખ આદિ ઠક્કોનું ઉપવન છે અને સાચે જ કષ્ટમય છે, તે “સંસારાનુપ્રેક્ષા.” ૪. મેક્ષ મેળવવા માટે રાગ ના પ્રસંગમાં નિર્લેપપણું કેળવવું જરૂરી છે, તે માટે સ્વજન તરીકે માની લીધેલ ઉપર બંધાતો રાગ અને પરજન તરીકે માની લીધેલ પર બંધાતે જ ફેંકી દેવા જે એમ ચિંતવવું કે, હું એકલે જ જમું છું, મરું છું, અને એકલો જ પિતાનાં વાવેલાં કમબીજોનાં સુખદુઃખ આદિ ફળો અનુભવું છું, તે “એકત્વાન પ્રેક્ષા’. ૫. મનુષ્ય મહાવેશથી શરીર અને બીજી વસ્તુઓની ચડતીપડતી પિતાની ચડતી પડતી માનવાની ભૂલ કરી ખરા કર્તવ્યનું ભાન ભૂલી જાય છે; તે સ્થિતિ ટાળવા માટે શરીર આદિ અન્ય વસ્તુઓમાં પિતાપણાને અધ્યાસ દૂર કરે આવશ્યક છે; તે માટે એ બંનેના ગુણધર્મોની ભિન્નતાનું ચિંતન કરવું કે, શરીર એ તો સ્થૂળ, આદિ અને અંતવાળું તેમજ જડ છે અને હું પોતે તો સૂક્ષ્મ, આદિ અને અંત વિનાનો તેમજ ચેતન છું, તે “અન્યત્યાનુપ્રેક્ષા'. ૬. સૌથી વધારે તૃષ્ણાસ્પદ શરીર હોવાથી તેમાંથી મૂછ ઘટાડવા એમ ચિંતવવું કે, “શરીર જાતે અશુચિ છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે, અશુચિ વસ્તુઓથી પિલાયેલું છે, અશુચિનું સ્થાન છે, અને અશુચિપરંપરાનું કારણ છે, તે અશુચિ–ાનુપ્રેક્ષા.' ૭. ઈતિના ભોગેની આસક્તિ ઘટાડવા એક એક ઇંદ્રિયના ભાગના રાગમાંથી ઉત્પન્ન થતાં અનિષ્ટ પરિણામનું ચિંતન કરવું તે “આસવાનુપ્રેક્ષા. ૮. દુર્વત્તિનાં દ્વારો બંધ કરવા માટે સવૃત્તિના ગુણોનું ચિંતન કરવું, તે “સંવરાનુપ્રેક્ષા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org