________________
અધ્યાય ૯-સૂત્ર ૭
૩૫૩ અનુપ્રેક્ષા એટલે ઊંડું ચિંતન. જે ચિંતન તાત્વિક અને ઊંડું હોય, તો તે દ્વારા રાગદ્વેષ આદિ વૃત્તિઓ થતી અટકે છે; તેથી એવા ચિંતનને સંવરના ઉપાય તરીકે વર્ણવેલ છે.
જે વિષયનું ચિંતન જીવનશુદ્ધિમાં વિશેષ ઉપયોગી થવાને સંભવ છે, તેવા બાર વિષય પસંદ કરી તેમનાં ચિંતનેને બાર અનુપ્રેક્ષા તરીકે ગણાવેલાં છે. અનુપ્રેક્ષાને “ભાવના” પણ કહેવામાં આવે છે. એ અનુપ્રેક્ષાઓ નીચે પ્રમાણે છે:
૧. કોઈ પણ મળેલી વસ્તુને વિગ થવાથી દુઃખ ન થાય, તે માટે તેવી વસ્તુમાત્રમાંથી આસક્તિ ઘટાડવી આવશ્યક છે; અને એ ઘટાડવા જ શરીર અને ઘરબાર આદિ વસ્તુઓ તેમજ તેમના સંબંધે એ બધું નિત્ય – સ્થિર નથી એવું ચિંતન કરવું, તે “અનિત્યાનુપ્રેક્ષા. ૨. માત્ર શુદ્ધ ધર્મને જ જીવનના શરણ તરીકે સ્વીકારવા માટે, તે સિવાયની બીજી બધી વસ્તુઓમાંથી મમત્વ ખસેડવું આવશ્યક છે; તે ખસેડવા માટે જે એમ ચિંતવવું કે, જેમ સિંહના પંજામાં પડેલ હરણને કાંઈ શરણ નથી, તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત એ હું પણ હમેશને માટે અશરણું છું, તે
અશરણાનુપ્રેક્ષા'. ૩. સંસારતૃષ્ણા ત્યાગ કરવા માટે સાંસારિક વસ્તુઓમાં નિર્વેદ અર્થાત ઉદાસીનપણું કેળવવું જરૂરી છે, અને તે માટે એવી વસ્તુઓમાંથી મન હઠાવવા જે એમ ચિંતવવું કે, આ અનાદિ જન્મમરણની ઘટમાળમાં ખરી રીતે કોઈ સ્વજન કે, પરજન નથી; કારણ કે દરેકની સાથે દરેક જાતના સંબંધ જન્મ જન્માંતરે થયેલા છે, તેમ જ રાગદ્વેષ અને મેહથી સંતપ્ત પ્રાણીઓ વિષયતૃષ્ણાને લીધે એકબીજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org