________________
અધ્યાય ૯- સત્ર ૭
૩૫૫
૯. કર્મનાં બંધનોને ખંખેરી નાંખવાની વૃત્તિ દઢ કરવા માટે તેના વિવિધ વિપાકનું ચિંતન કરવું કે, “દુઃખના પ્રસંગે બે પ્રકારના હોય છે. એક તો ઈરછા અને સજ્ઞાન પ્રયત્ન વિના જ પ્રાપ્ત થયેલા, જેમકે–પશુ, પક્ષી અને બહેરા-મૂગા આદિના દુઃખપ્રધાને જન્મ તથા વારસામાં મળેલી ગરીબી; અને બીજા, સદુદેશથી સજ્ઞાન પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરાયેલા, જેમકે–તપ અને ત્યાગને લીધે પ્રાપ્ત થયેલ ગરીબી અને શારીરિક કૃશતા આદિ. પહેલામાં વૃત્તિનું સમાધાન ન હોવાથી તે કંટાળાનું કારણ બની અકુશલ પરિણામદાયક નીવડે છે; અને બીજા તો સદુવૃત્તિજનિત હોવાથી તેમનું પરિણામ કુશલ જ આવે છે. માટે અણધાર્યા પ્રાપ્ત થયેલ કટુક વિપાકમાં સમાધાનવૃત્તિ કેળવવી અને જ્યાં શકય હોય ત્યાં તપ અને ત્યાગ દ્વારા કુશલ પરિણામ આવે તેવી રીતે સંચિત કર્મોને ભોગવી લેવાં એ જ શ્રેયસ્કર છે; તે ચિંતન એ “નિર્જરાનુપ્રેક્ષા. ૧૦. તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ માટે વિશ્વનું વાસ્તવિક સ્વરૂપ ચિંતવવું, તે કાનુપ્રેક્ષા. ૧૧. પ્રાપ્ત થયેલ મોક્ષમાર્ગમાં અપ્રમત્તપણું કેળવવા એમ ચિંતવવું કે, “અનાદિ પ્રપંચજાળમાં, વિવિધ દુબેના પ્રવાહમાં વહેતા અને મેહ આદિ કર્મોના તીવ્ર આઘાત સહન કરતા જીવને શુદ્ધ દૃષ્ટિ અને શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થવાં દુર્લભ છે,' તે “બધિદુર્લભત્વાનુપ્રેક્ષા.” ૧૨. ધર્મમાર્ગથી ચુત ન થવી અને તેના અનુષ્ઠાનમાં સ્થિરતા લાવવા એમ ચિંતવવું કે, “જેના વડે સંપૂર્ણ પ્રાણીઓનું કલ્યાણ સાધી શકાય તે સર્વગુણસંપન્ન ધર્મ પુરુષોએ ઉપદે તે કેટલું મોટું સદભાગ્ય છે, એ “ધર્મસ્વાખ્યાતવાનુપ્રેક્ષા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org