________________
અધ્યાય ૯ - સૂગ ૬
૩૫૧
અને શરીર સુધ્ધામાં આસક્તિ ન રાખવી એવી નિર્લોભતા, તે “શૌચ. પ. પુરુષોને હિતકારી હોય એવું યથાર્થ વચન, તે “સત્ય”. ભાષાસમિતિ અને આ સત્ય વિષે થોડો તફાવત બતાવવામાં આવ્યો છે, અને તે એ કે, દરેક માણસ સાથેના સંભાષણવ્યવહારમાં વિવેક રાખવો તે ભાષાસમિતિ અને પિતાના સમશીલ સાધુ પુરુષો સાથેના સંભાષણવ્યવહારમાં હિત, મિત અને યથાર્થ વચનનો ઉપયોગ કર, તે “સત્યનામક યતિધર્મ. ૬. મન, વચન અને દેહનું નિયમન રાખવું અર્થાત વિચાર, વાણી અને ગતિ, સ્થિતિ આદિમાં યતના કેળવવી, તે “સંયમ. ૭. મલિન વૃત્તિઓને નિમૂર્ણ કરવા માટે જોઈતું બળ કેળવવા કાજે જે આત્મદમન કરવામાં આવે છે, તે તપ
૧. સંચમના સત્તર પ્રકાર પ્રસિદ્ધ છે, તે પણ જુદી જુદી રીતે મળે છે. પાંચ ઇદ્રિનો નિગ્રહ, પાંચ અવતને ત્યાગ, ચાર કષાયને જય અને મન, વચન અને કાયાની વિરતિ એ સત્તર; તેમજ પાંચ સ્થાવર અને ચાર ત્રસ એ નવના વિષયમાં નવ સંચમ, પ્રેક્ષ્યસંચમ, ઉપેશ્યસંયમ, અપહત્યસંચમ, પ્રસૃજ્યસંયમ, કાર્યસંચમ, વાસંચમ, મનઃસંયમ અને ઉપકરણસંયમ એ કુલ સત્તર.
૨. આનું વિશેષ વર્ણન આ અધ્યાયના સૂત્ર ૧૯-૨૦માં છે: એ ઉપરાંત અનેક તપસ્વીઓ દ્વારા જુદી જુદી રીતે આચરવામાં આવતાં અનેક તપે જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે; જેમકે, ચવમગ્ર અને વજમધ્ય એ બે, ચાંદ્રાયણ; કનકાવલી, રત્નાવલી અને મુક્તાવલી એ ત્રણ ક્ષુલ્લક અને મહા એ બે સિંહવિક્રીડિત, સણસણમિકા, અષ્ટઅષ્ટમિકા, નવનવમિકા, દશદ શમિકા એ ચાર પ્રતિમાઓ; ક્ષક અને મહા એ બે સર્વતોભદ્ર; ભદ્રોત્તર; આચાર્લી; વર્ધમાન; તેમજ બાર ભિક્ષુપ્રતિમા વગેરે. આના વિશેષ વર્ણન માટે જુઓ આત્માનંદ સભાનું “શ્રીત પરત્નમહોદધિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org