________________
૩૫ર
તાવાર્થસૂત્ર ૮. પાત્રને જ્ઞાનાદિ સદગુણ આપવા, તે “ત્યાગ.” ૯. કોઈ પણ વસ્તુમાં મમત્વબુદ્ધિ ન રાખવી તે આકિચન્ય. ૧૦. ખામીઓ ટાળવા જ્ઞાન આદિ સદ્ગુણે કેળવવા તેમજ "ગુરુની અધીનતા સેવવા માટે બ્રહ્મ અર્થાત ગુરુકુળમાં “ચર્ય, એટલે કે વસવું તે “બ્રહ્મચર્ય,’ એના પરિપાલન માટે અતિશય ઉપકારક કેટલાક ગુણો છે તે આ આકર્ષક સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ, અને શરીરસંસ્કાર વગેરેમાં ન તણાવું, તેમજ સાતમા અધ્યાયના સૂત્ર ત્રીજામાં ચતુર્થ મહાવ્રતની જે પાંચ ભાવનાઓ ગણાવી છે, તે ખાસ કેળવવી. [૬] હવે અનુપ્રેક્ષાના ભેદ કહે છે:
अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वानवसंवर निर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्वानुचिन्तनमनु
અનિત્યનું, અશરણનું, સંસારનું, એકત્વનું, અન્યત્વનું અશુચિનું, આસવનું, સંવરનું, નિર્જરાનું, લેકનું, બેધિદુર્લભત્વનું અને ધર્મના સ્વાખ્યાતત્વનું જે અનુચિંતન, તે અનુપ્રેક્ષા.
૧. ગુરુ અથત આચાર્યો પાંચ પ્રકારના વર્ણવવામાં આવ્યા છે: પ્રવ્રાજક, દિગાચાર્ય, મૃતદેષ્ટા, શ્રતસમુદ્રષ્ટા, આસ્રાયાWવાચક. જે પ્રત્રજ્યા આપનાર હોય, તે પ્રવ્રાજક; જે વસ્તુમાત્રની અનુજ્ઞા આપે તે, દિગાચાર્ય. જે આગમને પ્રથમ પાઠ આપે, તે મુદ્દેષ્ટા. જે સ્થિર પરિચય કરાવવા આગમનું વિશેષ પ્રવચન કરે, તે શ્રતસમુદેષ્ટા. અને જે આમ્રાજ્યના ઉત્સર્ગ અને અપવાદનું રહસ્ય જણાવે, તે આસાયાથવાચક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org