________________
૩૭
અધ્યાય - સૂત્ર ૪-૫
જ હવે ગુપ્તિનું સ્વરૂપ કહે છે? सम्यग्योगनिग्रहो गुप्तिः ।४। પ્રશસ્ત એ વેગોને નિગ્રહ તે ગુપ્તિ.
કાયિક, વાચિક અને માનિસિક ક્રિયા અર્થાત યોગનો બધી જાતનો નિગ્રહ એ ગુપ્તિ નથી; પણ જે નિગ્રહ પ્રશસ્ત હોય તે જ ગુપ્તિ હઈ સંવરનો ઉપાય બને છે. પ્રશસ્તનિગ્રહ એટલે જે નિગ્રહ સમજીને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવ્યો હોય છે તે, અર્થાત્ બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાને ઉન્માર્ગથી રોકવા અને સન્માર્ગે પ્રવર્તાવવાં તે. યોગના ટૂંકમાં ત્રણ ભેદ હોવાથી નિગ્રહરૂપ ગુપ્તિના પણ ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે
૧. કાંઈ પણ ચીજ લેવામૂકવામાં કે બેસવા–ઊઠવા-ફરવા આદિમાં કર્તવ્ય અર્તવ્યને વિવેક હોય તેવું શારીરિક વ્યાપારનું નિયમન કરવું, તે “કાયગુપ્તિ'. ૨. બેલવાના દરેક પ્રસંગે કાંતિ વચનનું નિયમન કરવું અને કાંતિ પ્રસંગ જોઈ મૌન રહેવું, એ “વચનગુપ્તિ.” ૩. દુષ્ટ સંકલ્પને તેમજ સારાનરસા મિશ્રિત સંકલ્પને ત્યાગ કરે અને સારા સંકલ્પને સેવો, એ “મને ગુપ્તિ'. [૪] .
હવે સમિતિના ભેદ કહે છે: ई-भाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः । ५ ।
સમ્યમ્ અર્થાત નિર્દોષ ઈર્યા, સમ્ય ભાષા, સમ્યગ એષણ, સમ્યગ આદાનનિક્ષેપ અને સમ્યઉત્સર્ગ એ પાંચ સમિતિઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org