________________
૩૪૬
તત્વાર્થસૂત્ર હવે સંવરના ઉપાયો કહે છે: ___ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः।२। तपसा निर्जरा च ।३।
ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજ્ય અને ચારિત્રવડે તે અર્થાત્ સંવર થાય છે.
તપ વડે સંવર અને નિર્જરા થાય છે.
સંવરનું સ્વરૂપ સામાન્ય રીતે એક જ છે તેમ છતાં ઉપાયના ભેદથી તેના અનેક ભેદો દર્શાવવામાં આવ્યા છે. એના ઉપાય સંક્ષેપમાં ૭ અને વિસ્તારથી ૬૯ ગણાવવામાં આવ્યા છે; ભેદોની આ ગણના ધાર્મિક આચારનાં વિધાનો ઉપર અવલંબેલી છે.
તપ એ જેમ સંવરનો ઉપાય છે, તેમજ નિર્જરને પણ ઉપાય છે. સામાન્ય રીતે તપ એ અભ્યદય અર્થાત લૌકિક સુખની પ્રાપ્તિનું સાધન મનાય છે, તેમ છતાં એ જાણવું જોઈએ કે તે નિઃશ્રેયસ અર્થાત્ આધ્યાત્મિક સુખનું પણ બને છે; કારણ કે તપ એક જ હોવા છતાં તેની પાછળના ભાવનાભેદને લીધે તે સકામ અને નિષ્કામ બંને પ્રકારનું હોય છે. સકામ તપ અભ્યદય સાધે અને નિષ્કામ તપ નિઃશ્રેયસ સાધે. [૨-૩] બંધને વિચ્છેદ એ જ તે ગુણસ્થાનની ઉપરના ગુણસ્થાનને સંવર, અર્થાત પૂવપૂર્વવતી ગુણસ્થાનના આસવ કે તજ્જન્ય બંધને અભાવ એ જ ઉત્તરઉત્તરવતી ગુણસ્થાનને સંવર. આ માટે જુઓ બીજા કમગ્રંથમાંનું બંધપ્રકરણ અને ચે કમગ્રંથે (ગાથા પ૧ -૫૮) તેમજ પ્રસ્તુત સૂત્રની સર્વાર્થસિદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org