________________
૪૦
તાવાર્થસૂત્ર
બધી સમિતિઓ વિવેજ્યુક્ત પ્રવૃત્તિરૂપ હોવાથી સંવરને ઉપાય બને છે. પાંચે સમિતિઓ આ પ્રમાણે છે:
૧. કઈ પણ જતુને કલેશ ન થાય તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું, તે “ઈસમિતિ.” ૨. સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહ વિનાનું બેલવું, તે 'ભાષાસમિતિ.” ૩. જીવનયાત્રામાં આવશ્યક હોય તેવાં નિર્દોષ સાધનેને મેળવવા માટે સાવધાનતાપૂર્વક પ્રવર્તવું, તે “એષણાસમિતિ. ૪. વસ્તુમાત્રને બરાબર જોઈપ્રમાઈને લેવી કે મૂકવી, તે “આદાનનિક્ષેપસમિતિ.” ૪. જ્યાં જંતુઓ ન હોય તેવા પ્રદેશમાં બરાબર જોઈ અનુપયોગી વસ્તુઓ નાંખવી તે “ઉત્સર્ગસમિતિ.”
પ્ર–ગુપ્તિ અને સમિતિમાં અંતર શું ?
ઉ –ગુપ્તિમાં અસક્રિયાને નિષેધ મુખ્ય છે; અને સમિતિમાં સક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે. []
હવે ધર્મના ભેદો કહે છે :
उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिश्चन्यब्रह्मचर्याणि धर्मः । ६ ।
ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને ઉત્તમ ધર્મ છે.
ક્ષમાં આદિ ગુણે જીવનમાં ઊતરવાથી જ ક્રોધ આદિ દોષને અભાવ સધાઈ શકે છે, તેથી એ ગુણોને સંવરના ઉપાય કહેલ છે. ક્ષમા આદિ દશ પ્રકારનો ધર્મ જ્યારે અહિંસા, સત્ય આદિ મૂલગુણ, અને સ્થાન, આહારની શુદ્ધિ આદિ ઉત્તરગુણેના પ્રકર્ષથી યુક્ત હોય, ત્યારે યતિધર્મ બને છે; અન્યથા નહિ. અર્થાત અહિંસા આદિ મૂલગુણે કે તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org