________________
૬૯
અધ્યાય ૮- સૂત્ર રર-૨૪ કાર્ય ઉત્પન્ન નથી કરતે. એ જ રીતે દર્શનાવરણને અનુભાવ દર્શનશક્તિને તીવ્ર કે મંદપણે આવૃત કરે છે, પણ જ્ઞાનનું આચ્છાદન આદિ અન્ય કર્મોનાં કાર્યોને નથી કરતો.
કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપવાનો અનુભાવબંધનો નિયમ પણ મૂલપ્રકૃતિઓમાં જ લાગુ પડે છે, ઉત્તરપ્રવૃતિઓમાં નહિ; કારણ કે, કોઈ પણ કર્મની એક ઉત્તરપ્રકૃતિ પાછળથી અધ્યવસાયને બળે તે જ કર્મની બીજી ઉત્તરપ્રકૃતિરૂપે બદલાઈ જતી હોવાથી, પ્રથમનો અનુભાવ બદલાયેલી ઉત્તરપ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીશ કે મંદ ફળ આપે છે. જેમકે, મતિજ્ઞાનાવરણ જ્યારે શ્રુત જ્ઞાનાવરણ આદિ સજાતીય ઉત્તરપ્રકૃતિરૂપે સંક્રમ પામે, ત્યારે મતિજ્ઞાનાવરણને અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણ આદિના સ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાનને કે અવધિ આદિ જ્ઞાનને આવૃત કરવાનું કામ કરે છે. ઉત્તરપ્રકૃતિએમાં પણ કેટલીક એવી છે કે, જે સજાતીય હોવા છતાં પરસ્પર સંક્રમ નથી પામતી. જેમકે, દર્શનમોહ અને ચારિત્રમોહમાં દર્શનમોહ ચારિત્રમોહરૂપે કે ચારિત્રમોહ દર્શનમોહરૂપે સંક્રમ નથી પામત; એ જ રીતે નારક આયુષ તિર્યંચ આયુષરૂપે કે તે આયુષ અન્ય કોઈ આયુષરૂપે સંક્રમ નથી પામતું. પ્રકૃતિ સંક્રમની પેઠે બંધકાલીન રસ અને સ્થિતિમાં પણ પાછળથી અધ્યવસાયને બળે ફેરફાર થાય છે, તીવ્ર રસ મંદ અને મંદ રસ તીવ્ર બને છે, તેમજ સ્થિતિ ઉત્કૃષ્ટમાંથી જઘન્ય અને જધન્યમાંથી ઉત્કૃષ્ટ બને છે.
ય પછી થતી ની : અનુભાવ પ્રમાણે કર્મનું તીવ્ર કે મંદ ફળ વેદાયું એટલે તે કર્મ આત્મપ્રદેશથી છૂટું જ પડે છે, સંલગ્ન રહેતું નથી. એ જ કર્મનિવૃત્તિ-નિર્જરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org