________________
૩૩૮
તત્વાર્થસૂત્ર હવે અનુભાવબંધનું વર્ણન કરે છે? વિપાડગુમાવઃ ૨૨. स यथानाम । २३ । તસ% નિર્માતા ર૪
વિપાક એટલે વિવિધ પ્રકારનાં ફળ આપવાની શક્તિ, તે અનુભાવ કહેવાય છે.
તે અનુભાવ જુદાં જુદાં કર્મની પ્રકૃતિ કે સ્વભાવ પ્રમાણે વેદાય છે.
તે વેદનથી નિર્જરા થાય છે.
મનુમાર અને તેના વંધનું પૃથળ : બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મંદ ભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર–મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે; એ ફળ દેવાનું સામર્થ્ય તે “અનુભાવ અને તેનું નિર્માણ તે અનુભાવબંધ” છે.
અનુમાવનો પવનો પ્રાર: અનુભાવ એ અવસર આવ્યું ફળ આપે છે; પણ એ બાબતમાં એટલું જાણી લેવું જોઈએ કે, દરેક અનુભાવ અર્થાત ફળપ્રદ શક્તિ પિતે જે કર્મનિષ્ઠ હોય, તે કર્મના સ્વભાવ અર્થાત પ્રકૃતિ પ્રમાણે જ ફળ આપે છે, અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે નહિ. જેમકે, જ્ઞાનાવરણ કર્મને અનુભવિ તે કર્મના સ્વભાવ પ્રમાણે જ તીવ્ર કે મંદ ફળ ઉત્પન્ન કરે છે, એટલે તે જ્ઞાનને આવૃત કરવાનું કામ કરે છે; પણ દર્શનાવરણ, વેદનીય આદિ અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે ફળ નથી આપતું, એટલે તે દર્શનશક્તિને આવૃત નથી કરતો કે સુખદુઃખને અનુભવ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org