________________
અધ્યાય ૮-સૂગ ૧-૧૪
૩૩૩ વિપાક દેશવિરતિને ન રોક્તાં ફક્ત સર્વવિરતિને રેકે, તે “પ્રત્યાખ્યાનાવરણીય’ ક્રોધ, માન, માયા અને લોભજેમના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતિબંધ કરવા જેટલી નહિ પણ તેમાં ખલન અને માલિન્ચ કરવા જેટલી હોય, તે સંજ્વલન' ક્રોધ, માન, માયા અને લેભ.
નવ નોષાયઃ હાસ્ય પ્રકટાવનાર પ્રકૃતિવાળું કર્મ હાસ્યમેહનીય ક્યાંક પ્રીતિ અને ક્યાંક અપ્રીતિ ઉપજાવનાર કર્મ અનુક્રમે “રતિમોહનીય” અને “અરતિમોહનીય;” ભયશીલતા આણનાર “ભયમોહનીય,’ શેકશીલતા આણનાર શેકમોહનીય” અને ઘણાશીલતા આણનાર “જુગુપ્સાહનીય કહેવાય છે ઐશુભાવની વિકૃતિ પ્રકટાવનાર “સ્ત્રીવેદ, પૌરુષભાવની વિકૃતિ પ્રકટાવનાર “પુરુષવેદ,” અને નપુંસકભાવની વિકૃતિ પ્રકટાવનાર કર્મ “નપુંસકવેદ' કહેવાય છે. આ નવે મુખ્ય કષાયના સહચારી તેમજ ઉદ્દીપક હોવાથી અનેકષાય કહેવાય છે. [૧૦]
માયુષ શર્મના ચાર પ્રકાર: જેના ઉદયે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિનું જીવન ગાળવું પડે છે, તે અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ છે. [૧૧]
નામકર્મની બેંતાલીશ પ્રકૃતિઓ વૌઢ જિંદગૃતિ ૧. સુખદુઃખ ભોગવવા યોગ્ય પર્યાયવિશેષ સ્વરૂપ દેવાદિ ચાર ગતિઓ પ્રાપ્ત કરાવનાર કર્મ તે “ગતિનામ. ૨. એકે દિયત્વથી લઈ પંચૅપ્રિયત્વ સુધી સમાન પરિણામ અનુભવાવનાર કર્મ તે “જાતિનામ.” ૩. ઔદારિક આદિ શરીરો પ્રાપ્ત કરાવનાર કર્મ તે “શરીરનામ”. ૪. શરીરગત અંગે અને ઉપાંગેનું નિમિત્ત નામકર્મ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org