________________
૩૩૪
તત્વાર્થસૂત્ર
“અંગોપાંગનામ.” ૫–. પ્રથમ ગૃહીત ઔદારિક આદિ પુદ્ગલે સાથે નવાં ગ્રહણ કરાતાં તેવાં પુદગલેને સંબંધ કરી આપનાર કર્મ તે “બંધનનામ', અને બદ્ધપુગલોને તે તે શરીરના આકારમાં ગોઠવી આપનાર કર્મ સંઘાતનામ”. ૭-૮. હાડબંધની વિશિષ્ટ રચનારૂપ “સંહનનનામ”, અને શરીરની વિવિધ આકૃતિઓનું નિમિત્ત કર્મ તે “સંસ્થાનનામ'. ૯-૧૨. શરીરગત ત આદિ પાંચ વર્ણો, સુરભિ આદિ બે ગંધ, તિક્ત આદિ પાંચ રસ અને શીત આદિ આઠ સ્પર્શીનાં નિયામક કમે અનુક્રમે વર્ણનામ”, “ગંધનામ', રસનામ’ અને “સ્પર્શનામ'. ૧૩. વિગ્રહ વડે જન્માંતર જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરાવનાર કર્મ તે આનુપૂર્વનામ’. ૧૪. પ્રશસ્ત અને અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મ તે વિહાયોગતિનામ'. આ ચૌદે પિંડ પ્રકૃતિઓ કહેવાય છે; તે એટલા માટે કે તેમના બીજા અવાંતર ભેદો છે.
ત્રસરા અને વરરાજ ૧-૨. જે કર્મના ઉદયથી સ્વતંત્રપણે ગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય, તે “ત્રનામ'; તેથી ઊલટું જેના ઉદયથી તેવી શક્તિ પ્રાપ્ત ન થાય, તે
સ્થાવરનામ. ૩–૪. જેના ઉદયથી છનાં ચર્મચક્ષુને ગોચર એવા બાદર શરીરની પ્રાપ્તિ થાય, તે બાદરનામ'; તેથી ઊલટું જેનાથી ચર્મચક્ષુને અગોચર એવા સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય, તે “સૂમનામ'. પ-૬. જેના ઉદયથી પ્રાણું યોગ્ય પર્યાપ્તિ પૂરી કરે, તે પર્યાપ્ત નામ'; તેથી ઊલટું જેના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી ન શકે, તે “અપર્યાપ્ત નામ'. ૭-૮. જેના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય, તે પ્રત્યેકનામ”; જેના ઉદયથી અનંત જીવો વચ્ચે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org