________________
૩૩ર
તાવાર્થ સૂત્ર દર્શનાવરણ.” ૩. જે કર્મના ઉદયથી બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘ આવે, તે પ્રચલાવેદનીય. ૪. જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે, તે “પ્રચલાપ્રચલાવેદનીય.” ૫. જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું બળ પ્રકટે છે, તે “સ્યાનગૃદ્ધિ.” એ નિદ્રામાં સહજ બળ કરતાં અનેકગણું બળ પ્રકટે છે. [૭-૮]
વેનીય મની ૨ પ્રકૃતિમો ઃ ૧. જેના ઉદયથી પ્રાણીને સુખને અનુભવ થાય, તે સાતવેદનીય; ૨. જેના ઉદયથી પ્રાણીને દુઃખને અનુભવ થાય, તે “અસાતવેદનીય.” [૯]. - ફર્શનમોનીયની ત્રણ પ્રકૃતિગઃ ૧. જેના ઉદયથી તના યથાર્થ સ્વરૂપની રુચિ થતી અટકે, તે “મિથ્યાત્વમેહનીય.” ૨. જેના ઉદય વખતે યથાર્થપણાની રુચિ કે અરુચિ ન થતાં ડેલાયમાન સ્થિતિ રહે, એ “મિશ્રમેહનીય.” ૩. જેને ઉદય તાત્વિક રુચિનું નિમિત્ત થવા છતાં ઔપશમિક કે ક્ષાયિક ભાવવાળી તત્ત્વરુચિને પ્રતિબંધ કરે, તે “સમ્યક્ત્વમેહનીય.”
ચારિત્રમેહનીયના પચીસ પ્રકારે સેઝ પાયોઃ ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયના મુખ્ય ચાર પ્રકાર છે. તે દરેકની તીવ્રતાના તરતમભાવની દૃષ્ટિએ ચાર ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. જે કર્મ ઉક્ત ક્રોધ આદિ ચાર કષાયોને એટલા બધા તીવ્રપણે પ્રકટાવે, કે જેને લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે, તે કર્મ અનુક્રમે “અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ કહેવાય છે. જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કપાયા વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય તે “અપ્રત્યાખાનાવરણ ક્રોધ, માન, માયા અને લેભ કહેવાય છે. જેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org