________________
૩૨૬
તત્વાર્થસૂત્ર તે બંધ કહેવાય છે. પુદગલની વર્ગણાઓ અર્થાત પ્રકારે અનેક છે. તેમની જે વર્ગણ કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા ધરાવતી હોય, તેને જ જીવ ગ્રહણ કરી પોતાના પ્રદેશો સાથે વિશિષ્ટ રીતે જેડી દે છે. અર્થાત જીવ સ્વભાવે અમૂત છતાં અનાદિ કાળથી કર્મસંબંધવાળે હોવાથી મૂર્ત જેવો થઈ જવાને લીધે, મૂર્ત કર્મપુદ્ગલેનું ગ્રહણ કરે છે. જેમ દી વાટ દ્વારા તેલને ગ્રહણ કરીને પિતાની ઉણુતાથી તેને જ્વાળારૂપે પરિણાવે છે, તેમ છવ કાષાયિક વિકારથી યેગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી તેમને કર્મભાવરૂપે પરિણમાવે છે. એ જ આત્મપ્રદેશ સાથે કર્મભાવે પરિણામ પામેલ પુદ્ગલેને સંબંધ તે બંધ' કહેવાય છે. આવા બંધમાં મિથ્યાત્વ આદિ અનેક નિમિત્તે હોય છે; છતાં અહીં કષાયના સંબંધથી પુદ્ગલેનું ગ્રહણ થાય છે એમ કહેવામાં આવ્યું છે, તે અન્ય હેતુઓ કરતાં કષાયની પ્રધાનતા સૂચવવા ખાતર જ સમજવું. [૨-a] હવે બંધના પ્રકારે કહે છે: प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः । ४।
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એ ચાર તેના અર્થાત બંધના પ્રકારે છે. - કર્મ પુદ્ગલે જીવ દ્વારા ગ્રહણ થઈ કર્મરૂપે પરિણામ પામે એનો અર્થ એ છે, કે તે જ વખતે તેમાં ચાર અંશેનું નિર્માણ થાય છે; તે જ અંશે બંધના પ્રકારે છે. જેમકે, જ્યારે બકરી, ગાય, ભેંસ આદિ વડે ખવાયેલું ઘાસ આદિ દુધ રૂપે પરિણમે છે, ત્યારે તેમાં મધુરતાનો સ્વભાવ બંધાય છે; તે સ્વભાવ અમુક વખત સુધી તે જ રૂપે ટકી રહેવાની કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org