________________
અધ્યાય ૮-સૂત્ર ૪-૫
૩ર૭
મર્યાદા તેમાં નિર્મિત થાય છે; એ મધુરતામાં તીવ્રતા, મંદતા આદિ વિશેષતાઓ આવે છે; અને એ દૂધનું પૌલિક પરિમાણ પણ સાથે જ નિર્માય છે. તેમ જીવ દ્વારા ગ્રહણ થઈ તેના પ્રદેશેામાં સ ંશ્લેષ પામેલા ક પુદ્દગલામાં પણ ચાર અ શાનું નિર્માણ થાય છે: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ.
૧. કપુદ્ગલામાં જ્ઞાનને આવૃત કરવાના, દર્શનને અટકાવવાને, સુખદુઃખ અનુભવાવવાના વગેરે, જે સ્વભાવ બધાય છે, તે સ્વભાવનિર્માણ એ ‘પ્રકૃતિબંધ.’ ૨. સ્વભાવ બંધાવા સાથે જ તે સ્વભાવથી અમુક વખત સુધી ચ્યુત ન થવાની મર્યાદા પુદ્ગલામાં નિમિત થાય છે, તે કાલમર્યાદાનું નિર્માણ તે ‘સ્થિતિબંધ.’ ૩. સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા, મંદતા આદિપણે લાનુભવ કરાવનારી વિશેષતા અંધાય છે, એવી વિશેષતા એ જ અનુભાવબંધ.' ૪. ગ્રહણ કરાઈ ભિન્નભિન્ન સ્વભાવમાં પરિણામ પામતા કર્મ પુદ્ગલરાશિ સ્વભાવદીઠ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે, એ પરિમાણવિભાગ તે ‘પ્રદેશબંધ’.
બંધના આ ચાર પ્રકારામાં પહેલા અને છેલ્લા ચેાગને આભારી છે; કારણ કે યેાગના તરતમભાવ ઉપર જ પ્રકૃતિ અને પ્રદેશખ ધના તરતમભાવ અવલંબિત છે. ખીજો અને ત્રીજો પ્રકાર કષાયને આભારી છે; કારણ કે કષાયની તીવ્રતા, મંદતા ઉપર જ સ્થિતિ અને અનુભાવબંધની અધિકતા કે અલ્પતા અવલંબિત છે. [૪]
હવે મૂલપ્રકૃતિના ભેદોના નામનિર્દેશ કરે છે :
आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनाम
गोत्रान्तरायाः | ५ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org