________________
અસય ૮સૂત્ર ૧
ર૩ છે અને તેથી તે અવિરતિ કે કષાયમાં આવી જાય છે; એ જ દૃષ્ટિથી કર્મપ્રકૃતિ” વગેરે ગ્રંથોમાં ફક્ત ચાર બંધહેતુઓ કહેવામાં આવ્યા છે. બારીકીથી જોતાં મિથ્યાત્વ અને અસંયમ એ બંને કષાયના સ્વરૂપથી જુદા નથી પડતા; તેથી કષાય અને યોગ એ બે જ બંધહેતુઓ ગણાવવા પ્રાપ્ત થાય છે.
પ્રહ–જે એમ જ છે તે અહીં પ્રશ્ન થાય છે કે આ સંખ્યાભેદની જુદી જુદી પરંપરા શા આધારે ચાલી આવે છે?
ઉ–કઈ પણ કર્મ બંધાય છે, ત્યારે તેમાં વધારેમાં વધારે જે ચાર અંશેનું નિર્માણ થાય છે, તેમના જુદા જુદા કાર તરીકે કષાય અને યોગ એ બે હોય છે. પ્રકૃતિ તેમજ પ્રદેશ અંશનું નિર્માણ યોગને લીધે થાય છે, અને સ્થિતિ તેમજ અનુભાગ અંશનું નિર્માણ કષાયને લીધે થાય છે. આ રીતે એક જ કર્મમાં ઉત્પન્ન થતા ઉક્ત ચાર અંશેનાં કારણોનું વિશ્લેષણ કરવાની દૃષ્ટિએ શાસ્ત્રમાં કષાય અને વેગ એ બે હેતુઓનું કથન કરવામાં આવ્યું છે, અને આધ્યાત્મિક વિકાસની ઊતરતી ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનોમાં બંધાતી કર્મપ્રકૃતિઓના તરતમભાવનું કારણ જણાવવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર બંધહેતુઓનું કથન કરવામાં આવ્યું છે. જે ગુણસ્થાને બંધહેતુઓ ઉક્ત ચારમાંથી જેટલા વધારે હોય, તે ગુણસ્થાને કર્મપ્રકૃતિઓને તેટલું વધારે બંધ; અને જ્યાં એ બંધહેતુઓ ઓછા, ત્યાં કર્મપ્રકૃતિઓને બંધ પણ છે. આ રીતે મિથ્યાત્વ આદિ ચાર હેતુઓના કથનની પરંપરા એ જુદાં જુદાં ગુણસ્થાનમાં તરતમભાવ પામતા કર્મબંધના કારણને ખુલાસો કરવા માટે છે. અને કવાય તેમજ યોગ એ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org