________________
તાવાર્થ સૂત્ર છે જે “ઉત્તરગુણ” કે “ઉત્તરવ્રત'ને નામે પ્રસિદ્ધ છે. આવાં ઉત્તર અહીં ટૂંકમાં સાત વર્ણવવામાં આવ્યાં છે. અને ગૃહસ્થ વ્રતી જિંદગીને છેડે જે એક વ્રત લેવા પ્રેરાય છે, તેને પણ અહીં નિર્દેશ છે. તે સંખનાને નામે પ્રસિદ્ધ છે. એ બધાં વ્રતોનું સ્વરૂપ ટૂંકમાં નીચે પ્રમાણે છે:
પાંચ પુત્રો: ૧. નાના મેટા દરેક જીવની માનસિક, વાચિક, કાયિક દરેક પ્રકારની હિંસાનો ત્યાગ ન સચવાવાથી
૧. સામાન્ય રીતે ભગવાન મહાવીરની આખી પરંપરામાં અણુવ્રતની પાંચ સંખ્યા, તેમનાં નામ અને તેમના ક્રમમાં કશે જ ભેદ નથી. દિગંબરપરંપરામાં કેટલાક આચાર્યોએ રાત્રિભોજનના ત્યાગને છઠ્ઠા અણુવ્રત તરીકે ગણાવ્યું છે, પરંતુ ઉત્તરગુણરૂપે મનાતાં શ્રાવકનાં વ્રતમાં અનેક જૂની અને નવી પરંપરાઓ છે. વેતાંબર સંપ્રદાયમાં એવી બે પરંપરા દેખાય છે. પહેલી તત્વાર્થસૂત્રની અને બીજી આગમ આદિ અન્ય ગ્રંથની. પહેલીમાં દિગ્વિરમણ પછી ઉપભેગપરિભેગપરિમાણવ્રત ન ગણાવતાં દેશવિરમણવ્રત ગણાવવામાં આવ્યું છે. બીજીમાં દિગ્વિરમણ પછી ઉપભેગપરિભાગપરિમાણવ્રત ગણાવાય છે, અને દેશવિરમણવ્રત સામાયિકવ્રત પછી ગણાવાય છે. આ ક્રમભેદ છતાં જે ત્રણ વત ગુણવ્રત તરીકે અને જે ચાર વ્રત શિક્ષાવ્રત તરીકે મનાય છે તેમાં કશે જ મતભેદ દેખાતો નથી. પરંતુ ઉત્તરગુણેની બાબતમાં દિગંબરીય સંપ્રદાયમાં જુદી જુદી છે પરંપરાઓ દેખાય છે. કુંદકુંદ, ઉમાસ્વાતિ, સમંતભક, સ્વામી કાર્તિકેચ, જિનસેન, અને વસુનન્દી એ આચાર્યોની ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. આ મતભેદમાં ક્યાંક નામને, ક્યાંક કમને, ક્યાંક સંખ્યાને અને કયાંક અર્થવિકાસને ફેર છે. એ બધું વિસ્તૃત જાણવા ઈચ્છનારે બાબુ જુગલકિશોરજી મુખ્તારલિખિત “જૈનાચાર્યો કા શાસનભેદ” નામક પુસ્તક પૃ. ૨૧ થી આગળ ખસૂસ વાંચવું ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org