________________
અધ્યાય –સૂત્ર ૧૭
मारणान्तिकीं संलेखनां जोषिता । १७ । જે અણુવ્રતધારી હાય તે અગારી વ્રતી
કહેવાય છે.
તે વ્રતી, દિગ્વિરતિ, દેશવિરતિ, અન દણ્ડવિરતિ, સામાયિક, પૌષધેાપવાસ, ઉપભાગપરિભાગપરિમાણુ અને અતિથિસ વિભાગ એ વ્રતાથી પણ સંપન્ન હેાય છે.
અને તે મારણાંતિક સલેખનાના આરાધક પણ હાય છે.
૩૦૩
જે ગૃહસ્થ અહિંસા આદિ તેને સંપૂર્ણ પણે સ્વીકારવા સમ ન હેાય અને છતાં ત્યાગવૃત્તિવાળા હાય, તે ગૃહસ્થમર્યાદામાં રહી પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે એ વ્રતો અલ્પાંશે સ્વીકારે છે; એવા ગૃહસ્થ અણુવ્રતધારી શ્રાવક કહેવાય છે.
•
સંપૂર્ણપણે સ્વીકારાતાં વ્રતા મહાવ્રતા કહેવાય છે અને તેમના સ્વીકારની પ્રતિજ્ઞામાં સંપૂર્ણતાને લીધે તારતમ્ય રાખવામાં નથી આવતું; પણ જ્યારે વ્રતા અલ્પાંશે સ્વીકારવાનાં હાય છે, ત્યારે અલ્પતાની વિવિધતાને લીધે એ માટેની પ્રતિજ્ઞા પણ અનેકરૂપે જુદી જુદી લેવામાં આવે છે. તેમ છતાં એક એક અણુવ્રતની વિવિધતામાં ન ઊતરતાં સૂત્રકારે સામાન્ય રીતે ગૃહસ્થનાં અહિંસાદિ વ્રતાને એક એક અણુવ્રત તરીકે જ વર્ણવ્યાં છે. આવાં અણુવ્રતા પાંચ છે, જે મૂળભૂત એટલે ત્યાગના પ્રથમ પાયારૂપે હોવાથી ‘મૂળ ગુણ ’ કે * મૂળ વ્રત' કહેવાય છે. એ મૂળ વ્રતાની રક્ષા, પુષ્ટિ અને શુદ્ધિ માટે ગૃહસ્થ બીજા પણ કેટલાંક વ્રતા
·
સ્વીકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org