SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય –સૂત્ર ૧૭ मारणान्तिकीं संलेखनां जोषिता । १७ । જે અણુવ્રતધારી હાય તે અગારી વ્રતી કહેવાય છે. તે વ્રતી, દિગ્વિરતિ, દેશવિરતિ, અન દણ્ડવિરતિ, સામાયિક, પૌષધેાપવાસ, ઉપભાગપરિભાગપરિમાણુ અને અતિથિસ વિભાગ એ વ્રતાથી પણ સંપન્ન હેાય છે. અને તે મારણાંતિક સલેખનાના આરાધક પણ હાય છે. ૩૦૩ જે ગૃહસ્થ અહિંસા આદિ તેને સંપૂર્ણ પણે સ્વીકારવા સમ ન હેાય અને છતાં ત્યાગવૃત્તિવાળા હાય, તે ગૃહસ્થમર્યાદામાં રહી પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે એ વ્રતો અલ્પાંશે સ્વીકારે છે; એવા ગૃહસ્થ અણુવ્રતધારી શ્રાવક કહેવાય છે. • સંપૂર્ણપણે સ્વીકારાતાં વ્રતા મહાવ્રતા કહેવાય છે અને તેમના સ્વીકારની પ્રતિજ્ઞામાં સંપૂર્ણતાને લીધે તારતમ્ય રાખવામાં નથી આવતું; પણ જ્યારે વ્રતા અલ્પાંશે સ્વીકારવાનાં હાય છે, ત્યારે અલ્પતાની વિવિધતાને લીધે એ માટેની પ્રતિજ્ઞા પણ અનેકરૂપે જુદી જુદી લેવામાં આવે છે. તેમ છતાં એક એક અણુવ્રતની વિવિધતામાં ન ઊતરતાં સૂત્રકારે સામાન્ય રીતે ગૃહસ્થનાં અહિંસાદિ વ્રતાને એક એક અણુવ્રત તરીકે જ વર્ણવ્યાં છે. આવાં અણુવ્રતા પાંચ છે, જે મૂળભૂત એટલે ત્યાગના પ્રથમ પાયારૂપે હોવાથી ‘મૂળ ગુણ ’ કે * મૂળ વ્રત' કહેવાય છે. એ મૂળ વ્રતાની રક્ષા, પુષ્ટિ અને શુદ્ધિ માટે ગૃહસ્થ બીજા પણ કેટલાંક વ્રતા · સ્વીકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy